Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઘંટેશ્વરમાં 2જી ડિસે.થી ભાગવત કથાનું આયોજન

ઘંટેશ્વરમાં 2જી ડિસે.થી ભાગવત કથાનું આયોજન

રાજકોટ તા.21 સ્વ.મોહનસિંહજી શિવુભા જાડેજા પરિવાર દ્વારા 'સૂર્ય હવેલી' નંદ નિકેતન ફલેટની બાજુમાં, ઘંટેશ્વર, જામનગર રોડ, રાજકોટના આંગણે આગામી તા.2જી ડિસેમ્બરથી તા.8મી ડિસેમ્બર સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ભાગવત કથાના વ્યાસાસને વિધિ-વાચસ્પતિ ડો.મહાદેવ મહેતા બિરાજમાન થઈને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

કથાનો સમય સવારે નવથી એકનો છે.
ભાગવત કથાના આયોજનની વિગતો આપવા નરેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (ટીકુભા ઘંટેશ્વર) 'સાંજ સમાચાર' કાર્યાલયની મુલાકાતે આવેલા હતા. તેમણે 'સાંજ સમાચાર'ના મેનેજીંગ તંત્રી શ્રી કરણભાઈ શાહ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે કથાના દિવસો દરમ્યાન ગાયત્રી આશ્રમ ગધેથડના સંત શિરોમણી પૂ.લાલ બાપુ, રાજુ ભગત તથા દોલુ ભગતને આમંત્રણ આપેલ છે. કથાના દિવસો દરમ્યાન સવારે અંદાજે 8થી 10 હજાર પ્રસાદનો લાભ ભાવિકો લેશે.

કથાના પાવન પ્રસંગો
તા.2જીના બુધવારના સવારે 8 વાગે પોથીયાત્રા નીકળશે. તા.3જીના સવારે નવ વાગે કથામાં કપિલ પ્રાગટય, તા.4થીના શુક્રવારના સવારે નવ વાગ્યે નૃસિંહ અવતાર તા.5મીના શનિવારના સવારે નવ વાગ્યે ધામધુમપૂર્વક નંદ મહોત્સવ ઉજવાશે. તા.6ઠ્ઠીના રવિવારે સવારે નવ વાગે ગોવર્ધન પૂજા, તા.7મીના સોમવારના સવારે નવ વાગ્યે રૂક્ષ્‍મણી વિવાહ ઉજવાશે તથા તા.8મીના મંગળવારના સવારના નવ વાગ્યે સુદામા ચરિત્ર બાદ કથાનું સમાપન થશે.

જાડેજા પરિવારના પૃથ્વીરાજસિંહ હેમંતસિંહ જાડેજા, ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ સજુભા જાડેજા, ગણપતસિંહ, પ્રહલાદસિંહ, રઘુવીરસિંહ, બલભદ્રસિંહ, પ્રદ્યુમ્નસિંહ, નરેન્દ્રસિંહ (ટીકુભા), રવિરાજસિંહ, પાર્થરાજસિંહ, ધનરાજસિંહ, રાજદીપસિંહ, હરપાલસિંહ, પ્રતિપાલસિંહ, ભવિષ્યરાજસિંહ, નીલરાજસિંહ, આદિત્યરાજસિંહ, માનવેન્દ્રસિંહ, મહર્ષવીરસિંહ, ક્રિશિવરાજસિંહ, જયદીત્યરાજસિંહ વગેરે પરિવારજનોમાં ધર્મોત્સાહ છવાયો છે. સર્વ પિતૃઓના કલ્યાણ અને આત્મ શ્રેયાર્થે યોજાયેલ આ કથાનું શ્રવણ કરવા જાડેજા પરિવારે ધર્મીજનોને અનુરોધ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar