Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગીર સોમનાથમાં ડિસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લેતા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા

ગીર સોમનાથમાં ડિસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લેતા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા

(મીલન ઠકરાર) વેરાવળ તા.3 ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.

ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.

કલેક્ટર એ કોઈપણ આપત્તી ની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર વિભાગની સજ્જતા ની સમીક્ષા કરી હતી.

કલેક્ટર એ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો 24 કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્ટાફની હાજરી, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને ફરિયાદો નોંધવાની પદ્ધતિની સમીક્ષા કરી હતી. કલેક્ટર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ઉપલબ્ધ સંસાધનો તેમજ પોલીસ, આરોગ્ય, ફાયર વિભાગ ના પરસ્પર સંકલનથી કામગીરી કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar