Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વૃધ્ધાશ્રમોને રૂા. અઢી લાખના રાશનનું દાન અર્પણ કરાયું

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વૃધ્ધાશ્રમોને રૂા. અઢી લાખના રાશનનું દાન અર્પણ કરાયું

ગોંડલ, તા.3 ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા દાતાના સહયોગથી બે વૃધ્ધાશ્રમ અને બે આશ્રમમાં અઢી લાખના રાશનનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પવિત્ર પુરુષોત્તમ અધિક માસમાં માવતર વૃધ્ધાશ્રમ વીરપુર, હરિઓમ વૃધ્ધાશ્રમ પીઠડીયા,મંદબુદ્ધિ બાળકો ના આશ્રમ જેતપુર અને મોવિયા ખાતે આવેલ એઈમ ફોર સેવા આશ્રમ સહિત કુલ 300 વડીલો અને બાળકોને મગફળીનું તેલ,ઘઉં,ચોખા,ખીચડી, ચણાનો લોટ, ખાંડ, ચા, મગ ની દાળ, અળદની દાળ, ચણાદાળ, તુવેરદાળ, આખા મગ, બાસમતી ચોખા, મરી મસાલા.

ધાણાજીરું, ચટણી, સાબુ, મમરા, મોટા ચણા, જીરું, નિમક, પૌવા, શુધ્ધ ઘી, ટૂથપેસ્ટ, કુરકુરે, પોપકોર્ન મોટા સહિત ખોરાકની તમામ જરૂરિયાત માંગણી મુજબ અઢી લાખ નું રાશન સમાજસેવી હિતેષભાઇ દવે દ્વારા રૂબરૂ પહોંચતુ કરવામાં આવ્યું હતું.

બન્ને વૃધ્ધાશ્રમ અને બાળકોના આશ્રમના સંચાલકો દ્વારા દાતા તરફથી ઘણા વર્ષોથી નિરાધાર અશક્ત અને ગરીબ પરિવારના જરૂરિયાતમંદ લોકો તેમજ મંદબુદ્ધિના બાળકો માટે આ રાશન સેવાનું અનુદાન આપવા બદલ દયાળુ દાતા શ્રી અને સમાજસેવી હિતેષભાઇ દવે નો ખાસ આભાર વ્યક્ત કરવા સાથે નિરાધાર ના આધાર બનવા બદલ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar