Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલમાં નગરપાલિકા દ્વારા તા.2થી સાત દિ ભાતીગળ લોકમેળો યોજાશે

ગોંડલમાં નગરપાલિકા દ્વારા તા.2થી સાત દિ ભાતીગળ લોકમેળો યોજાશે

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.5 ગોંડલ ખાતે જન્માષ્ટમી નિમિતે પ્રતિ વર્ષની માફક નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં યોજાતા લોકમેળા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા ગઇકાલ તા.4 થી શરૂ કરાઇ છે.જેની અંતિમ તા.10/8 છે.

આગામી તા.2/9 રાંધણછઠ્ઠથી તા.8/9 સુધી સાત દિવસ માટે લોકમેળો યોજાનાર છે. મેળાનાં આયોજન માટે નગરપાલિકા કચેરી ખાતે કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને લોકમેળા કમીટીની બેઠક મળી હતી.જેમાં કમીટી સદસ્યો ઋષિરાજસિંહ જાડેજા, આશિફભાઇ ઝકરીયા, મયુરીબેન આચાર્ય, બીન્દુબેન સોલંકી, રાજવીબેન શિંગાળા, રાહુલભાઈ ડાભી, નિલેશભાઈ કાપડીયા, અનિલભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠકમાં સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનનો ઓફસેટ ભાવ રૂ.65 લાખ નક્કી કરાયો હતો. ગત વર્ષે ઓફસેટ ભાવ રૂ.51 લાખ હતો.અને ટેન્ડર પ્રક્રિયામાં રૂા.79 લાખમાં મેદાનની હરરાજી થઇ હતી.

ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ સહિતનાં વિસ્તારો માટે ગોંડલનો લોકમેળો વિશેષ સ્થાન ધરાવતો હોય મેળા દરમિયાન રોજીંદા લાખો લોકો મેળો માણવાં ઉમટી પડતા હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા લોકો મેળો મુક્ત પણે માણી શકે તેવું આયોજન હાથ ધરાયુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar