રાજકોટ, તા.2 રૈયા ટેલિફોન એક્સચેન્જથી સોમનાથ સોસાયટી તરફ જતા આવેલ ગોપાલ ચોકમાં ભીડભંજન સોસાયટીમાં રહેતા દક્ષ અનિલભાઈ સોમૈયા (ઉ.વ.23) રાત્રીના 12 વાગ્યાં આસપાસ ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરિવારે જણાવ્યું કે, દક્ષ એક ભાઈ અને એક બહેનમાં મોટો છે. આર કે વર્લ્ડ બિલ્ડીંગમાં આવેલ ઓફિસમાં પ્રાઇવેટ નોકરી કરે છે.
દક્ષને રાત્રીના ફોનમાં કોઈ સાથે ચડભડ થઈ હતી. ઉપરાંત ઘરના પ્રશ્નોએ પણ ટેન્શન હોય, જેથી આ પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

