Sunday, 09 May, 10.25 pm સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૪૦૦૦થી વધુ દર્દીઓ સાજા થયા : આજે નવા ૧૧૦૮૪ કેસો

રાજકોટઃ
ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાહતની વાત છે જે સતત બીજા દિવસે ૧૪૦૦૦થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ૧૧૦૦૦ જેટલા નવા કેસો સામે આવ્યો છે. એક્ટિવ કેસ ઘટીને ૧,૩૯,૬૧૪ થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૬.૮૧ લાખ થઈ છે. રિકવરી રેટ ૭૮.૨૭ ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે જ્યારે ૧૨૧ દર્દીઓના મૃત્યુ થયા છે અને ૧૪૭૭૦ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં કુલ ૭૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે ૧૩૮૮૨૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૮૩૯૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૬૮૧૦૧૨ પર પહોંચ્યો છે. ● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ ૨૯૫૫, સુરત ૧૧૧૩, વડોદરા ૧૧૬૧, રાજકોટ ૭૪૬, જામનગર ૫૮૬, જુનાગઢ ૪૮૪, મહેસાણા ૪૮૩, ભાવનગર ૩૭૫, ગાંધીનગર ૨૭૦, ભરૂચ ર૪૮, પંચમહાલ ર૪૬, ગીર સોમનાથ ર૧૧, આણંદ ૧૮૯, દાહોદ ૧૮૪, કચ્છ ૧૭૯, ખેડા ૧૬૧ , બનાસકાંઠા ૧૪૩, પાટણ ૧૪ર, અમરેલી ૧૪૧, મહિસાગર ૧૪૦, નવસારી ૧૧૦, સાબરકાંઠા ૧૦૮, અરવલ્લી ૧૦૬, વલસાડ ૯૮, દેવભૂમિ દ્વારકા ૯૪, છોટા ઉદેપુર - નર્મદા ૮૪, સુરેન્દ્રનગર ૭૪, તાપી ૫૪, મોરબી ૪૪, પોરબંદર ૩૭, ડાંગ ૨૦, બોટાદ ૧૪.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top