Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસ અને માલણીયાદ ગામે જુગારની રેડઃ 6 શખ્સો 90,800ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસ અને માલણીયાદ ગામે જુગારની રેડઃ 6 શખ્સો 90,800ની રોકડ સાથે ઝડપાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5

ળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં તથા માલણીયાદ ગામની સીમમાં વાડી પાસે જાહેર રસ્તા ઉપર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 90,800 ની રોકડ કબજે કરી હતી.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચરાડવા ગામે વિજયભાઈ છગનભાઈ પટેલની ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા રહે.

ચરાડવા, રફિકભાઈ હારુનભાઈ મોવર રહે. માળીયા મીયાણા તથા દિલીપભાઈ અરવિંદભાઈ સોનાગ્રા રહે. ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 61,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો હતો

હળવદના માલણીયાદ ગામની સીમમાં બળદેવભાઈ પરમારની વાડીએ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી.

ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા બળદેવભાઈ ગણેશભાઈ પરમાર રહે. નવા માલણીયાદ, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર રહે. નવા માલણીયાદ અને દયારામભાઈ બાબુભાઈ ધામેચા રહે. ગોપાલગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 29,800 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar