Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'હાર્દિકના આવવાથી પંજાબ ટીમ મજબૂત થઈ' : રિકી પોન્ટિંગ

'હાર્દિકના આવવાથી પંજાબ ટીમ મજબૂત થઈ' : રિકી પોન્ટિંગ

નવી દિલ્હી.તા. 21 પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગનું માનવું છે કે હાર્દિક પંડ્યાના આવવાથી ટીમ સંતુલિત અને મજબૂત થઈ છે. પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સથી ઝડપી બોલર અર્શદીપ સિંહના બદલામાં 18 કરોડ રૂપિયામાં ટ્રેડ દ્વારા પંજાબ સાથે જોડાયા છે.

પોન્ટિંગે કહ્યું, હવે અમારી પાસે એક અત્યંત સંતુલિત ટીમ છે. માર્કો યાનસેન, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ અને કૂપર કોનોલી જેવા ઓલરાઉન્ડર પણ ટીમમાં છે.

અમે લગભગ દરેક વિભાગને કવર કરી લીધું છે. તેમણે જણાવ્યું કે ટીમે આઈપીએલ 2027 પહેલાં છ ખેલાડીઓને રિલીઝ અને 19 ને જાળવી રાખ્યા છે. બીજી તરફ રાજસ્થાનના કોચ કુમાર સંગાકારાએ જણાવ્યું કે હેટમાયર બેટિંગ ક્રમમાં ફેરફાર ઇચ્છતા હતા, તેથી તેમને રિલીઝ કરવામાં આવ્યા. તેમણે તેને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar