Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હેલ્ધી ફુડના દાવા કેટલા સાચા!

હેલ્ધી ફુડના દાવા કેટલા સાચા!

મદાવાદ તા.21 નવ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ટી20 ક્રિકેટમાં તરખાટ મચાવ્યો કે તુર્તજ એક ન્યુટ્રેશન-ડ્રીન્ક કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધો તો દૂધની એડમાં પણ બાળકો તાકાતવાર બને છે તેવા દાવા કરતી બ્રાન્ડ ઓછી નથી અને બિસ્કીટ પણ દૂધ-રોટી જેવા પોષણયુક્ત છે તેવી જાહેરાતો આપી છે પણ આ દાવાઓમાં સત્ય કેટલું તે ભાગ્યે જ કોઈ ચકાસે છે.

હવે ફાયબરથી સમૃદ્ધ લોટ- બિસ્કીટમાં દૂધ-રોટીની સંયુક્ત તાકાત મગજને દોડતુ રાખવા યાદશક્તિ વધારવા અને પરિક્ષામાં સ્કોરિંગ માટેની ટેબ્લેટ પણ થાય છે. આ કન્ઝયુમર એજયુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે આ પ્રકારે થતા દાવાઓની સત્યતા સામે પ્રશ્ન ઉઠાવ્યા છે અને તે દાવાઓને આધારે થતા માર્કેટીંગ પણ કેટલું વ્યાજબી ગણવું તે પ્રશ્ન છે. ચોકલેટથી મગજને બુસ્ટર મળે છે તે પણ કયા પરિક્ષણમાં સાબીત થયુ છે તે પણ પ્રશ્ન છે.

કન્ઝયુમર ફોરમે આ પ્રકારે 'હેલ્થી' દાવા કરતી જાહેરાતો કે પ્રમોશન ઈવેન્ટ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. કારણો તેના દાવાના ટેકામાં આંકડા સિવાય કંઈ નથી. જેમાં વિખ્યાત બ્રિટાનીયાના ન્યુટીચોઈઝ હાઈજેસ્ટીવ હેલ્ધી ફાઈબરથી સમૃદ્ધ ચોખા-ઘઉંના લોટથી બન્યા છે તેની સામે પ્રશ્ન ઉઠાવાય છે. જેમાં ચોખા-ઘઉંના લોટનું પ્રમાણ 20% અને સુગર 14.5 ગ્રામ (પ્રતિ 100 ગ્રામ) 21 ગ્રામ ફેટ હોય છે અને તે ગ્રાહકને પુરી રીતે તે શા માટે હેલ્ધી છે તે દર્શાવતુ નથી.

આવાજ બ્રિટાનીયા મીલ્ક બીસ્કીટને દૂધ-રોટીની શક્તિ દર્શાવે છે અને માત્ર બિસ્કીટ એ એક ગ્લાસ દૂધ તથા રોટીની શક્તિ આપે છે પણ આ રીતે ખાદ્ય-ફુડના પોષણતત્વોની સરખામણી થઈ શકે નહી. આજ રીતે અનેક ઉત્પાદનોના દાવા સામે પ્રશ્નો ઉઠાવાયા છે.

આ માટે કમીશનનો દાવો છે કે ગ્રાહકે આ પ્રકારના હેલ્ધી-પોષણ યુક્ત ખોરાકના દાવા કરતી કંપનીઓ પાસે તેના દાવાના પુરાવા માંગવા જોઈએ અને જો જવાબ અસંતોષકારક હોય તો સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોડકશન ઓથોરિયી, એડવર્ટાઈઝર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા તથા ફુડ તથા ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન સમક્ષ ફરિયાદ કરવી જોઈએ.

ગ્રાહકો સમક્ષ આ પ્રકારની એડમાં મોડેલને હીરો તરીકે રજુ કરી તેનો યશ પોતાના ઉત્પાદનોને આપવા પ્રયાસ કરે છે. ગ્રાહકો તે જ જોઈને ઉત્પાદન ખરીદે છે. નહી કે ઝીણા અક્ષરે જે લેબલમાં માહિતી અપાઈ હોય છે તેને ભાગ્યે જ વાંચે છે અને તે સમજ પડે તેવી પણ હોતી નથી. હેલ્ધી, એનર્જી જેવા શબ્દો આકર્ષક હોઈ શકે છે પણ વાસ્તવિકતા જુદી છે. આ માટે સરળ છે.

તમો લેબલને ગુગલ-કરો સાચી માહિતી આપી જશે. આ માટે ગુગલ લેન્સનો ઉપયોગ કરી શકાય છે. સેલીબ્રીટી તો આ પ્રકારના કરાર કરોડોમાં કરે છે પણ તેઓ પોતાના કરારમાં આ પ્રકારના દાવાની જવાબદારી નથી તે કાનુની કોલમ રાખી કંપનીઓની માફક ઉપભોકતાને પણ ગેરમાર્ગે દોરે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar