નવી દિલ્હી તા.23
નાના-મોટા ભૂકંપ તો પૃથ્વી પર અવારનવાર થતા રહે છે પરંતુ હિમાલય પર્વતમાળામાં અનેક તબકકાવાર ભૂકંપ મોટા ઝટકા સાથે કયારેય પણ આવી શકે છે અને તેની તીવ્રતા રિકટરના પ્રમાણમાં આઠ કે તેથી વધુ હોઈ શકે છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે કર્યો છે કે હિમાલયની આસપાસ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આ ભૂકંપથી ભારે તબાહી મચી શકે છે, રાજધાની દિલ્હી પણ તેની ઝપટમાં આવી શકે છે. જો કે આ ભૂકંપ કયારે આવશે તેનું અનુમાન હાલ નથી લગાવાયું. જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગામી 100 વર્ષમાં આ ભૂકંપ આવવાની શકયતા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પુર્વી ભારતના અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ર્ચિમ પાકિસ્તાન સુધી ફેલાયેલ હિમાલય પર્વત માળા ક્ષેત્ર ભૂકંપનું ગઢ રહી ચૂકયું છે.

