Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇનર વ્હીલ ક્લબ - સુરેન્દ્રનગર જેનેક્સનો ઇન્સ્ટોલેશન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન :  વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી કરાઈ

ઇનર વ્હીલ ક્લબ - સુરેન્દ્રનગર જેનેક્સનો ઇન્સ્ટોલેશન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન : વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી કરાઈ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7 શહેરની સામાજિક ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ઇનર વ્હીલ ક્લબ - સુરેન્દ્રનગર જેનેક્સ નો વર્ષ 2026-2027ની નવી ટીમનો ભવ્ય ઇન્સ્ટોલેશન (પદગ્રહણ) સમારોહ તાજેતરમાં ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ ગયો.

આ ગરિમાપૂર્ણ સમારોહમાં ડિસ્ટ્રીકટ ચેરમેન સ્નેહાબેન ભગત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે આગામી વર્ષ 2026-2027 ના કાર્યકાળ માટે સંસ્થાના વિવિધ હોદ્દેદારોની વિધિવત વરણી કરી તેમને જવાબદારી સોંપવામાં આવી હતી.

વર્ષ 2026-27ની નવીન કારોબારી ટીમ પ્રમુખ: હેતલબેન ઉપપ્રમુખ: ધારાબેન રાણાપુર સેક્રેટરી: ક્રીષ્નાબેન સેજપાલ ઈંજઘ: દિપાલીબેન સોનીએડિટર: હિરલબેન ઘનેશા

ટ્રેઝરર : દ્રષ્ટિબેન ઠક્કરમહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ: આ પ્રસંગે ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ અને જેનેક્સના મેન્ટર સ્વાતીબેન શાહ તેમજ અન્ય મેન્ટર્સ કુંદનબેન પુજારા અને બીનાબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહી નવી ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જીગ્નાબેન પંડ્યા તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી સ્મીતાબેન રાવલે પણ વિશેષ હાજરી આપી નવી ટીમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબના રોટેરિયન મિત્રો, જેનેક્સ તથા ઇનર વ્હીલ ક્લબના અન્ય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત ટીમને ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી. નવીન પ્રમુખ હેતલબેન અને તેમની ટીમે આગામી વર્ષમાં સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar