રાજકોટ, તા.2 શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલ ન્યુ એમ્પાયર એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રુમમાં આગ લાગી હતી. બનવાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ અને ઙૠટઈક નો સ્ટાફ ઘટના સ્થળ પહોંચી ગયો હતો. આ સમગ્ર બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી.
મળતી માહિતી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ પાસે આવેલ ન્યુ એમ્પાયર એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રુમમાં સવારે 4:30 થી 5 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.
બનાવની જાણ થતાની સાથે જ કાલાવડ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સતત 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો. આ તકે PGVCLની ટીમ પણ ઘટના સ્થળે હાજર રહેલ.
ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાવર કટઓફ કરવામાં આવેલ. ફાયર ટીમ દ્વારા આગ કોઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવેલ. ઇલેક્ટ્રિક રુમમાં રહેલ વાયરીંગ સહિતની વસ્તુઓ બળીને ખાખ થયેલ છે. હાલ નુકશાનીનો ચોક્કસ અંક જાણવા મળેલ નથી. આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હતા. આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. બનાવ સ્થળે ન્યુ એમ્પાયર એપાર્ટમેન્ટના માલિક દિપકભાઈ કનરિયા હાજર હતા.
એપાર્ટમેન્ટમાં જરૂરી ફાયર સેફ્ટી સાધનોનો અભાવ; કમિટી સભ્યો સામે બેદરકારીના આક્ષેપો
બે મહિનામાં અગાઉ જ ફાયર વિભાગે આપી હતી નોટિસ, હવે ફરી સ્થળ તપાસ બાદ કાર્યવાહી
રાજકોટ: શહેરના ઇન્દિરા સર્કલ નજીક આવેલા ન્યુ એમ્પાયર રહેણાંક એપાર્ટમેન્ટમાં બુધવારે સવારે ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાએ બિલ્ડિંગની ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, 27 બ્લોક ધરાવતા આ રહેણાંક સંકુલમાં ફાયર એક્સિ્ંટગ્વિશર, ફાયર હાઇડ્રન્ટ, એલાર્મ સિસ્ટમ સહિતના જરૂરી ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી. આ મુદ્દે કાલાવડ રોડ ફાયર સ્ટેશન દ્વારા તા. 28 મે, 2026ના રોજ જાહેરનામું નં. 203 હેઠળ બિલ્ડિંગ મેનેજમેન્ટને નોટિસ પાઠવી જરૂરી સુવિધાઓ ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી.
તેમ છતાં આજદિન સુધી પૂરતી કાર્યવાહી ન થતાં આજરોજ આગની ઘટના બની હતી. ફાયર સેફટીના અભાવને કારણે બિલ્ડિંગન કમિટી મેમ્બરો સામે રહેવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર વિભાગના શૈલેષભાઈ નડિયાપરા એ જણાવ્યું હતું કે, મે મહિનાની અંદર જ એપાર્ટમેન્ટને ફાયર સેફ્ટીના સાધનો અંગેની નોટિસ આપેલ છે. બનાવને પગલે હવે બે દિવસમાં સ્થળ તપાસ કરી ફરી નોટિસ આપવામાં આવશે.

