►જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી વનરાજ ખટાણા અને એરપોર્ટ રોડ પરથી હરપાલસિંહ વાળા બેટિંગ કરતાં પકડાયા: ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીના દરોડા
રાજકોટ. તા.04
આઈપીએલ સિઝન ટોપ ગીયરમાં આવી હોય તેમ ગઈકાલે રમાયેલી ગુજરાત અને પંજાબની મેચમાં ક્રિકેટ સટ્ટો રમતાં કારખાનેદાર, વેપારી સહિત પાંચ પંટરને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે પકડી પાડી આઈડી અને લાઈન ચલાવાનર બુકીના નામ ખોલાવવા તજવીજ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસ.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના સંજયભાઈ અલગોતર સહિતની ટીમને કોઠારીયામાં ડાયમંડ રોડ સોમનાથના ગેટથી સાઈબાબા સર્કલ તરફ એક શખ્સ ચાલીને આવે છે .
જે આઈપીએલ ક્રિકેટ મેચમા સોદાઓ મોબાઇલ ફોનમાં લખાવી તે સોદા એક ડાયરીમાં લખેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી ત્યાં હાજર શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતાં પોતાનું નામ અશ્વીન જેઠા સીદપરા (ઉ.વ.44, ધંધો-જોબવર્ક, રહે. કોઠારીયા ગામ શિવ ભવાની ચોક શિવભવાની સોસાયટી શેરી નં.01) હોવાનું જણાવેલ હતું.
તે શખ્સના ખીસ્સામાંથી એક પાકીટ તથા મોબાઇલ ફોન મળી આવેલ જે પાકીટ જોતા તેમાંથી મળી આવેલ એક કાગળની ચીઠ્ઠીમાં આંકડાઓ લખેલ હતાં, જે બાબતે તે શખ્સે જણાવેલ કે, પંજાબ અને ગુજરાત વચ્ચે રમાયેલ મેચમા સેસન અને ભાવ લખાવી જુગાર રમતો હતો, તે મો.નં.8110122681 તેના મિત્ર મિતેશ સીદપરા (રહે. કોઠારીયા રોડ સરકારી સ્કુલની પાછળ) આપેલ હોય અને તેમા ક્રિકેટ સટ્ટો રમતો હતો.
જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુકી મિતેશની શોધખોળ આદરી હતી. બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ અને દિપકભાઈ ચૌહાણને મોરબી રોડ, સેટેલાઈટ ચોક મેઈન રોડ પર રામપાર્ક કોર્નર, બાપા સિતારામ મેડીકલ સ્ટોર પાસે બે શખ્સો પોતાના મોબાઈલ ફોનમાં રહેલ આઇડીમાં જુગાર રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી બંને શખ્સોને અટક કરી નામ પૂછતાં પોતાનું નામ ભવદીપ જેન્તી ભંડેરી (ઉ.વ.28, ધંધો.વેપાર રહે. આર.ડી. રેસીડેન્સી મકાન નં.6, રાજલક્ષ્મી સોસાયટીની બાજુમાં, મોરબી રોડ) અને સાથેના શખ્સે તુષાર આંબા લુણાગરીયા (ઉ.વ.25, ધંધો-વેપાર રહે. ખોડલધામ રેસીડેન્સી શેરી નં.5, મેંગો માર્કેટ પાછળ, કુવાડવા રોડ) હોવાનું જણાવેલ હતું.
બન્ને શખ્સો પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં ALL PANEL777 નામની આઇ.ડી.માં ક્રિકેટ સટ્ટો રમતાં હોવાનું ખુલતાં બંને શખ્સોની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી.
ત્રીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડને માર્કેટીંગ ગાર્ડ વાળા રીંગરોડ ઉપર આવેલ જુના માર્કેટીંગ યાર્ડની બાજુમાં પુલ પાસે આવેલ ઇન્ડીયન કંપનીના પેટ્રોલપંપ પાસે વનરાજ ખટાણા નામનો શખ્સ આઈપીએલ સિરીઝની ક્રિકેટ મેચમાં સોદાઓ કરી જુગાર રમે છે.
તેવી બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર શખ્સની અટક કરી નામ પુછતા પોતાનું નામ વનરાજ લધરા ખટાણા (ઉ.વ.29), (રહે. જૂનું માર્કેટીંગ યાર્ડની પાછળ મંછાનગર શે.નં.27 બાપા સીતારામ ઓટાની સામે) હોવાનું જણાવેલ હતું.

