Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈરાન - અમેરિકા યુદ્ધ વચ્ચે તેલ કંપનીઓએ 93 અબજ ડોલરનો નફો કર્યો

ઈરાન - અમેરિકા યુદ્ધ વચ્ચે તેલ કંપનીઓએ 93 અબજ ડોલરનો નફો કર્યો

વી દિલ્હી, તા. 5 : હંમેશાં એક વાત કહેવામાં આવે છે કે 'વોર ઈઝ અ બ્લડી બિઝનેસ' એટલે કે યુદ્ધ એ એક લોહિયાળ વેપાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી હવે ઈરાન-અમેરિકા યુદ્ધમાં પણ આ સાબિત થઈ ચૂક્યું છે. આવું એટલા માટે કારણ કે ઈરાન સંઘર્ષ દરમિયાન તેલની કિંમતો વધવાથી દુનિયાની આઠ મોટી તેલ કંપનીઓએ એપ્રિલથી જૂન 2026 સુધીના ત્રણ મહિનામાં લગભગ 93 અબજ ડોલરનો નફો કર્યો છે.

'ધ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, આ બધું ગયા વર્ષનાં આ જ સમયગાળાના લગભગ 50 અબજ ડોલરના નફા કરતાં લગભગ બમણું છે. નફો કરતી કંપનીઓ છે, સાઉદી અરામકો, બીપી, શેલ, ઇક્વિનોર, ટોટલએનર્જીસ, એની, શેવરોન અને એક્સનમોબિલ. તેમનાં નફાની ગણતરી કરીએ તો દર મિનિટે આશરે 7 લાખ ડોલરથી વધુ કમાણી થઈ છે. તેમનું બજાર મૂલ્ય પણ લગભગ 600 અબજ ડોલર વધીને 3 ટ્રિલિયન ડોલરથી ઉપર પહોંચી ગયું છે.

કંપનીઓનો નફો :-
સાઉદી અરામકો એ સૌથી વધુ નફો કર્યો 33 અબજ ડોલરથી વધુ, જે ગયા વર્ષ કરતાં 34 ટકા વધુ છે. તેની સુવિધાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા પણ થયા હતા. બીપી એ 5.73 અબજ ડોલરનો નફો જાહેર કર્યો, જે રશિયા-યુક્રેન યુદ્ધનાં પહેલાં વર્ષ પછી સૌથી વધુ છે અને છેલ્લાં ત્રણ મહિનાના 2.5 અબજ ડોલર કરતાં બમણાથી પણ વધુ છે. શેલનો નફો 9.84 અબજ ડોલર રહ્યો, જે તેનાં ઇતિહાસનો બીજો સૌથી વધુ ત્રિમાસિક નફો છે.

ઇક્વિનોર નો નફો 3.2 અબજ ડોલર થઈ ગયો. શેવરોન એ 12.2 અબજ ડોલર અને એક્સનમોબિલ એ 14.5 અબજ ડોલરનો નફો જાહેર કર્યો. આ બંને ગયા વર્ષની સરખામણીમાં ઘણા ગણા વધારે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar