Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામજોધપુરના ઇશ્વરીયા ગામે વિકાસ કામોમાં ગેરરીતિની ફરિયાદ

જામજોધપુરના ઇશ્વરીયા ગામે વિકાસ કામોમાં ગેરરીતિની ફરિયાદ

(ભરત ગોહેલ) જામજોધપુર, તા.3 ઈશ્વરીયા ગામે ગોપરોડથી બડાયા વદરા દેવાયત જેસાની વાડી ના રસ્તામાં માટીનું કામ તેમજ ગોશાળા ઘરણોસર મનરેગા ના કામોમાં લાખો રૂપિયાનો ભષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી છે.

ગુણાવતા વિનાના આકામમાં સ્થળ તપાસણી કરી અરજદારને સાથે રાખી તપાસ કરવામાં આવે તો ચોક્કસ હકીકત બહાર આવે તેમજ ગામનો ગેટ બનાવવામાં કારોબારી મીટીંગમાં પાંચ લાખ કામની મંજૂરી આપી હોવા છતા ગેટ બનાવવા માં આવેલ નથી તેમજસ્વભંડોળ ની ગ્રાન્ટોના ખોટા બીલો બનાવી પંચાયતના નાણાનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરેલ છે.

સ્વભંડોળ માંથી લાઈટ આચરયાની બુમ ઉઠી છે. તેમજ પાણી પુરવઠા ના ઘરદીઠ 300 રૂપિયા લોકો આપે છે છતા પાણી છોડવાવાળા નો પગાર ગામ લોકો પાસેથી ઉધરાવી આપવામાં આવે છે.

પેવર બ્લોક પર પાથરવા કામ સુઝુલામ સુફલામમાં પણ ગેરરતિ થયાનું ચચાઈ રહ્યું છે. સુઝ લામ સુફલામ માં જે. સી.બી ભાડાના ખેડૂતોએ ઘરના રોકડા પૈસા આપેલ હોઈ ખેડુતો તેમના ખર્ચે માટીભરી ગયા છે છતાં,બિલ બહારના તાલુકાના તેમના સંબંધીને નામે ચેકમોકલી ચારેક લાખ જેટલો ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યાની ફરિયાદ ઉઠી છે.

મહેન્દ્‌‍ ભાઈ બેલા ગ્રામપંચાયત નો તમામ વહીવટ બિન અધિકૃત ચલાવી રહ્યા હોય આ અંગે પૂર્વ સરપંચ ગોવિંદભાઈ બડીયાવદર દવાર તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી જો યોગ્ય તપાસ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવું જણાવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar