Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર અને લાલપુરની શાળા કોલેજોમાં સાયબર અવેરનેસ સેમિનાર

જામનગર અને લાલપુરની શાળા કોલેજોમાં સાયબર અવેરનેસ સેમિનાર

જામનગર તા.7 ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' અંતર્ગત જામનગર અને લાલપુર ખાતેની શાળા, કોલેજોમાં સાયબર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં સેમિનારમાં વિદ્યાર્થીઓને વિશિંગ કોલ, ફિશિંગ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ જેવા વિવિધ મુદ્દે જાગૃતિના પાઠ ભણાવાયા હતા.

આ ઉપરાંત જામનગરમાં સાયબર ગુનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પુરોહિત સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો.

વાલી જાગૃતિ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશિંગ કોલ, ફિશિંગ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત ઓનલાઈન સુરક્ષા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન સાયબર જાગૃતિ અંગેના 100 પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.

વધુમાં લાલપુરની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશેષ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને વિશિંગ કોલ, ફિશિંગ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓથી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી.

સાથે જ સાયબર સુરક્ષા અંગેના 100 પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજો, અફીણ, ચરસ સહિતના નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી.

ઉપરાંત વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા અને આસપાસના વિસ્તારમાં એનડીપીએસ સંબંધિત કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો જઘૠ અથવા એનડીપીએસ હેલ્પલાઇન નંબર 1933 પર જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાહન ચલાવતી વખતે ગતિમર્યાદાનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂરિયાત અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.

ઉપરાંત ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન અંતર્ગત લાલપુરની વીર સાવરકર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે સાયબર અવેરનેસ સેમિનાર યોજી સાયબર ગુનાઓથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને વિશિંગ કોલ, ફિશિંગ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ જેવા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉપરાંત ઓનલાઈન સુરક્ષા માટે જરૂરી સાવચેતી, મજબૂત પાસવર્ડનો ઉપયોગ, અજાણી લિંક પર ક્લિક ન કરવું તેમજ વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે તકેદારી રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સાયબર જાગૃતિ અંગેના 200 પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે સજાગ રહી સુરક્ષિત ડિજિટલ જીવન અપનાવવાની અપીલ કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar