Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર મહાનગરના મોભાદાર પદ માટે ભાજપે લીધી સેન્સ

જામનગર મહાનગરના મોભાદાર પદ માટે ભાજપે લીધી સેન્સ

જામનગર તા.4 જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઐતિહાસિક રીતે 64માંથી 60 બેઠકો ઉપર જીત હાંસલ કરીને સત્તા બરકરાર રાખનારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેશનના આગામી છઠ્ઠા મહિલા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક અને શાસક જુથના નેતા એમ પાંચેય પદો કોને આપવા તે માટે અન્ય તમામ કોર્પોરેશનોની માફક જામનગર મહાનગરમાં પણ શહેર ભાજપા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેનો રિપોર્ટ લઈને નિરિક્ષકો રવાના થયા બાદ આગામી દિવસોમાં તમામ પદોના પદાધિકારીઓના નામની જાહેરાત પાર્ટી સિસ્ટમ મુજબ જાહેર થશે.

રવિવારે શહેર ભાજપા કાર્યાલય ખાતે અમદાવાદના પુર્વ મેયર એવા નિરિક્ષક ગૌતમભાઈ શાહ, પ્રદેશ સંયોજક રાજુભાઈ પટેલ દ્વારા વોર્ડ વાઈઝ કોર્પોરેટરોને તેમજ તમામ વોર્ડના પ્રમુખો અને મંત્રીઓને વન-બાય-વન બોલાવીને કોર્પોરેટરોની દાવેદારી અને હોદ્દેદારોની રાય (સેન્સ) લેવામાં નાવી હતી. સવારે 10ઃ30 વાગ્યાથી ચાલુ થયેલી પ્રક્રિયા બપોર સુધી ચાલી હતી.

આ પ્રક્રિયામાં ચુંટાયેલા તમામ વોર્ડના પુરુષ-મહિલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ અતે મેયર પદ સામાન્ય મહિલા અનામત છે. જે મુજબ જોઇએ તો આ કેટેગરીમાં સ્થાન પામે તેવા 16 મહિલા ર્પોરેટરો છે. આ વખતે મહિલા મેયર સહિતના પાંચ પદોની પસંદગીમાં જ્ઞાતિ-સમાજ સમીકરણો, આગામી 2027ની વિધાનસભાની ચુંટણી, શહેરના બે વિધાનસભા વિસ્તાર આ ક્ષેત્રમાં આવતા વોર્ડને પ્રાધાન્ય જેવા મુદ્દાઓ ધ્યાનમાંમાં આવશે. પાર્ટી દ્વારા નામના મંથન અને નિર્ણય માટે આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકો દ્વારા પેનલોના નામ સાથે અહેવાલ રજૂ કરાશે.

પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા સમયે ચુંટાયેલા મુખ્ય લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પાંચ પદાધિકારીઓના નામની પસંદગીને આખરી ઓપ અપાશે અને ચૂંટણીના દિવસે ચૂંટાયેલા કોર્પોરેટરની બેઠકમાં પસંદ થયેલા નામની જાહેરાત થશે. મેયર, ડે. મેયર, ચેરમેન, દંડક, શાસક જુથના નેતા કોણ બનશે, તેના નામોની અટકળો અને ગણતરીઓના તર્ક શ થયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar