Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર, મોટી વાવડી, મિયાત્રામાંથી જુગાર રમતા 12 ઝડપાયા

જામનગર, મોટી વાવડી, મિયાત્રામાંથી જુગાર રમતા 12 ઝડપાયા

જામનગર તા.4ઃ જામનગર શહેર અને જિલ્લામાં જુગાર મામલે પોલીસે 3 સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મોટી વાવડી, મિયાત્રા અને ગુલાબનગર સહિતના 3 સ્થળે જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડયા હતા. જ્યારે એક શખ્સ ફરાર થયો હતો.જુગારીઓના કબ્જામાંથી રૂ.60 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કરાયો હતો.

જામનગર તાલુકાના મિયાત્રા ગામે ભંભીયા ધાર પાસે ઝાડ નીચે લાઇટના અંજવાળે જુગાર રમતા મનુભા રણજીતસિંહ કેર (રહે.

મિયાત્રા), મનસુખ જેસંગભાઇ લોખીલ (વિજરખી), રમેશ ગોવિંદભાઇ વૈષ્ણવ (પસાયા), કાળાભાઇ કનાભાઇ કરમુર (મિયાત્રા) ને પોલીસે રોન પોલીસનો જુગાર રમતા રૂ.23,150, 4 મોબાઇલ સહિત રૂ. 41,150 ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

પૂછપરછમાં શિવરાજસિંહ રામસંગજી કેરનું નામ ખૂલતાં તેને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે. શહેરના ગુલાબનગર મેઇન રોડ મોહનનગરના ઢાળીયા પાસે ચલણી નોટોના નંબર ઉપર આકડા બોલી જુગાર રમતા ધનીરામ કાન્હેભાઇ યાદવ (પ્રભાતનગર પટેલ સમાજ પાસે સાંઢીયાપુલ), ભાવેશ મધુભાઇ ખોખર (ગુલાબનગર રામવાડી શેરી નંબર 4) અને નવીન નાથાભાઇ ચુડાસમા (રહે. વ્રજ વીહાર સોસાયટી) ને પોલીસે રૂ. 2,800 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની પાટી સીમમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા જાવીદ ઉમરભાઇ નોતીયાર (રહે. મોટી વાવડી, કાલાવડ), ઇકબાલ પોલાભાઇ હાલેપૌત્રા (રહે. હરીપર (મેવાસા) તા.કાલાવડ), જમાલ અબ્દુલભાઇ જુણેજા (રહે.ખીરસરા ગામ તા.ઉપલેટા), મામદ નુરમામદભાઇ ઘોઘા (રહે.ભરડકી), અબ્દુલ વલીમામદભાઇ ઘોઘા (રહે. શેઠવડાળા તા.જામજોધપુર) ને પોલીસે રોકડા રૂપીયા 18,750 સાથે પકડી પાડયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar