જામનગર
જામનગરમાં 48 કલાકમાં 2239નો કોરોના ટેસ્ટ: 12 કેસ પોઝીટીવ

જામનગર તા.25:
જામનગરમાં ગત શનિ અને રવિવાર દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા 2,239 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 12 દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. જયારે 23 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જામનગરની જ વાત કરીએ તો વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો રહેવા પામ્યો છે. છતા પરિસ્થિતિ હજુ કાબુમાં હોવાનું આંકડા ઉપરથી લાગે છે. નવા વર્ષના પ્રથમ એવા જાન્યુઆરી મહિનામાં સૌ પ્રથમ વીકએન્ડ (શનિ-રવિ)માં કોરોનાના 28 કેસ નોંધાયા હતા અને તેની સામે 35 દર્દી સ્વસ્થ થયા હતા.
બીજા શનિ-રવિવારની જામનગર શહેરની વાત કરીએ તો શનિવારે 1047 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે પૈકી 13 વ્યકિત કોરોના પોઝીટીવ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
નવા 13 કેસ સામે જુના 11 દર્દી સ્વસ્થ થયા હતા. શનિવાર સાંજની સ્થિતિએ શહરેમાં થયેલા કુલ કોરોના ટેસ્ટની સંખ્યા 1,94,964 થઇ હતી. જયારે પોઝીટીવ કેસનો આંક 7,783 થઇ ગયો હતો. રવિવારે જામનગર શહેરમાં કુલ 967 લોકોનો કોરોના અંગેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 12 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોર્ટ આવ્યો હતો. આ સામે 11 દર્દી રવિવારે સ્વસ્થ થયા હતા.
આ સાથે શહેરના કુલ ટેસ્ટીંગનો આંક વધીને 1,95,931 થયો છે જયારે નોંધાયેલ પોઝીટીવ કેસની સંખ્યા 7,795 એ પહોંચી હતી. જામનગર ગ્રામ્યની વાત કરીએ તો શનિવારે 579 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 7 લોકો કોરોના સંક્રમિત હોવાનું નોંધાયું હતું. આ સામે શનિવારે 5 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે શનિવાર સુધીમાં ગ્રામ્યમાં કુલ 1,59,022 અને પોઝીટીવ કેસનો આંક 2,276એ પહોંચ્યો હતો. જામનગર ગ્રામ્યમાં રવિવારે 552 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી માત્ર 2 દર્દી પોઝીટીવ નોંધાયા હતા તો 4 દર્દી રવિવારે સાંજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ 1,59,574 લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો અને 2,278 લોકો પોઝીટીવ નોંધાઇ ચુકયા હતા.
ગત શનિવારે જામનગર શહેરમાં 758 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી પાંચ વ્યકિત કોરોના પોઝીટીવ હોવાનું નોંધાયું હતું. આ સામે 10 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. રવિવારે જામનગર શહેરમાં 551 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 વ્યકિતના કોરોના રિર્પોટ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. આ સામે 10 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.ગત શનિવારે જામનગર ગ્રામ્યમાં 556 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી માત્ર એક વ્યકિત કોરોના પોઝીટીવ મળી આવી હતી. આ સામે 2 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. ગઇકાલે 374 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 3 દર્દીના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જયારે 1 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.
આમ બે દિવસમાં જામનગર શહરેમાં 1309 લોકોનો ટેસ્ટ કરાતા 8 દર્દી પોઝીટીવ મળ્યા હતા અને 20 દર્દી સ્વસ્થ થયા હતા. જયારે જામનગર ગ્રામ્યમાં બે દિવસમાં 930 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 4 નો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને 3 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતા.ગઇકાલ સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 3,70,298 લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો અને તે પૈકી કુલ 10,218 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતા.