Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં પોલીસે 21.80 લાખના કોકેઇન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

જામનગરમાં પોલીસે 21.80 લાખના કોકેઇન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

જામનગર તા.7 જામનગરમાં વધુ એક વખત નશાકારક પદાર્થ ડ્રગ્સના વેચાણના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જામનગર એસઓજી પોલીસની ટીમે રૂ.9.50 લાખની કિંમતના 19 ગ્રામ કોકેન અને રૂ.12.30 લાખની કિંમતના મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈનના નશાકારક પાવડરના મુદ્દામાલ સાથે એક રાજસ્થાની શખ્સને પકડી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપીએ થોડા દિવસ પહેલા જ આ જથ્થો વેચાણ અર્થે મેળવ્યા બાદ છૂટક વેચાણની પેરવીમાં હતો તે પહેલા પોલીસે દબોચી લીધો હતો.

જામનગર એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા નશાકારક પદાર્થના દૂષણને નાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

નરશિરામ કુપારામ લુણા (હાલ સજુબા સ્કુલ, પાસે, જામનગર, મૂળ રહેવાસી રાજસ્થાન) ટાઉન હોલ પાસે આવેલા કોટક મહિન્દ્રા બેંક વાળી શેરીમાં કેફી માદક પદાર્થ પાવડરના વેચાણ અર્થે આવવાનો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન શંકાસ્પદ હાલાતમાં નરશિરામ કુપારામ લુણા નામનો શખ્સ આવતા પોલીસે તેની અટકાયત કરી તલાસી હાથ ધરતા આરોપીના કબજામાંથી માદક પદાર્થ કોકેન તથા એમ.ડી.એમ.એ. પાવડરનો રૂ.21.80 લાખનો 142 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂ.9.50 લાખની કિંમતનું 19 ગ્રામ કોકેન, રૂ.12.30 લાખનો એમડીએમએ (મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈન.) પાવડર અને 15 હજારની કિંમતના બે મોબાઈલ, એક વજન કાટો સહિત રૂ.21.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલો મોટો જથ્થો કોના દ્વારા અને કયાથી મળ્યો અને કેટલા સમયથી આ પ્રવુતિ ચાલતી હતી? તેમજ આ પ્રવૃતિમાં કોન કોન સંડોવાયેલુ છે? તે દિશામાં તપાસ હાથ ધરવામા આવી છે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે કોકેન અને એમડીએમએ ડ્રગ્સનો આ જથ્થો તાજેતરમાં જ આરોપીનો એક મિત્ર પારસરામ જીવારામ રબારી રાજસ્થાનથી જામનગર આપી ગયો હતો. જે ડ્રગ્સનુ આરોપી શહેરમાં છુટક વેચાણ કરવાની પેરવીમાં હોવાનું જણાયું છે.

જેના આધારે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. જામનગર પોલીસ દ્વારા આટલો મોટો જથ્થો કોના દ્વારા અને કયાંથી મળ્યો? તેમજ કેટલા સમયથી આ પ્રવુતિ ચાલતી હતી? તેમજ આ પ્રવૃતિમાં આરોપી સાથે કોન કોન સંડોવાયેલુ છે? તે ક્યા બંધાણીઓને કે ચાહકોને આવું ડ્રગ્ઝ વેંચતો હતો. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરવામા આવી છે.

બીજી બાજુ આ મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયું હતું. જેમાં ડીવાયએસપી પિયુષ વંદાએ જણાવ્યું હતું કે, આરોપીની તપાસ કરવામાં આવશે અને તેણે જો નશાકારક પદાર્થના વેચાણ થકી કોઈ મિલ્કત ખરીદી હશે તો આરોપી સામે તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. અંગે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી શરૂ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar