Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરના સેતાવાડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી

જામનગરના સેતાવાડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી

જામનગર તા.7 જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ વિસ્તારના રહેવાસીઓની તાજેતરમાં બેઠક મળી હતી અને પોતાના વિસ્તાર માટે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી આ અંગે કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

જુના જામનગર તરીકે ઓળખાતા સેતાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા લોકો તાજેતરમાં એકત્ર થયા હતાં. તેમણે જિલ્લા કલેક્ટરને તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અહિં વર્ષોથી સનાતન હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ થોડા સમય પહેલા અન્ય ધર્મના લોકો આ વિસ્તારમાં રહેવા માટે આવ્યા છે.

તેમના વાણી-વર્તન, ખાણી-પીણી તથા રહેણી-કરણીથી વારંવાર ઝગડા થાય છે. તેઓ હિન્દુ ધર્મનું અપમાન થાય તે રીતે ઈરાદાપૂર્વક નોનવેજ અને ઈંડા જાહેરમાં ફેંકી રહ્યા છે. આ બાબતે અનેક વખત સક્ષમ અધિકારી પાસે ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

આ બે મકાન ઉપરાંતના પણ કેટલાક અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા પેરવી કરે છે, અને અહિં વસવાટ કરનારાઓને લાલચ આપી રહ્યા છે અને મકાન વેંચવા માટે દબાણો પણ કરે છે. આથી ભવિ"યમાં આ વિસ્તારની સ્થિતિ બગડશે તેને ધ્યાનમાં રાખીને શેઠફળી, મણિયાર શેરી, સેતાવાડ અને આજુબાજુના વિસ્તારો માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ સમયે શેઠફળી 1 થી 4, મણિયાર શેરી, સેતાવાડ ધ્રુવ ફળી, 1 થી 3 કાળેશ્વર શેરી, ભટ્ટ ફળી, દેવાભાણાની શેરી, પતંગિયા ફળી, મઠ ફળી, ગરબી ફળી, ઝંડુભટ્ટની શેરી, ભગવાન સંગ બાપુની શેરી, તાક ફળી, મંડળ ફળી, છીપાવાડના રહેવાસીઓ જોડાયા હતાં.

જેમાં મનીષભાઈ કનખરા, અશ્વિનભાઈ રાયઠ્ઠઠા, જીગ્નેશભાઈ નંદાની આગેવાનીમાં હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ કારેલીયા, ભરતસિંહ જાડેજા, મૃગેશ આચાર્ય, અંકુર આચાર્ય, જય પંડયા, રવિ પંડ્યા, નિશિથ શુકલ, વ્યોમેશ લાલ, જયેશભાઈ મણિયાર, બાબાલાલ, મધુકરભાઈ, દિનેશ સામાણી, આનંદ સોલંકી, ઉષાબેન ઢાંકી, કૌશિકભાઈ (કાનો), મિહીર રાઠોડ, દર્શન સોલંકી, મીતેન ચાવડા, તેજશ જોષી, હિરેન જુંગીવાલા સહિતનાઓ જોડાયા હતાં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar