ન્યુ દિલ્હી : ભાજપ પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે. 1980માં જનસંઘના નેતાઓએ ભાજપની રચના કરી હતી. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના હતા. 1952માં જ્યારે જનસંઘે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી ત્યારે પાર્ટીને માત્ર 9 બેઠકો મળી હતી.
1967માં એક બેઠક મળી. 2011 સુધી ભાજપ બંગાળની કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલી શકી ન હતી.
પહેલીવાર 2016માં પાર્ટીને 3 બેઠકો મળી. પછી 2021માં BJP 77 બેઠકો પર જીતી અને હવે પોતાના દમ પર સરકાર બનાવતી દેખાઈ રહી છે.
હાલ ભાજપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત 11 રાજ્યોમાં ભાજપમાં ખુદની સરકાર છે તો મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, બિહાર સહિત 12 રાજ્યોમાં ગઠબંધનની સરકાર છે.

