(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 4
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યરત અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 1 અને 2 ઓગસ્ટ, 2026 દરમિયાન જસદણના આટકોટ રોડ સ્થિત રત્નદીપ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અંદાજે એક હજાર જેટલા ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી સતત જસદણમાં રાહત દરે ફળાઉ રોપાનું વિતરણ કરી રહ્યું છે.
ઉપરાંત, વૃક્ષોનું જતન અને સંરક્ષણ સુનિશ્ર્ચિત થાય તે માટે ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ટ્રી ગાર્ડનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

