Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જીવાપર ગામ પાસે દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂ।.5.78 લાખના મુદામાલ સાથે ત્રણ ઝબ્બે

જીવાપર ગામ પાસે દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂ।.5.78 લાખના મુદામાલ સાથે ત્રણ ઝબ્બે

રાજકોટ. તા.05 જીવાપર ગામ પાસે દારૂના કટીંગ વેળાએ એરપોર્ટ પોલીસ ત્રાટકી હતી અને રૂ।.78 લાખના મુદામાલ સાથે ત્રણ બુટલેગરની ધરપકડ કરી હતી. કુવાડવાનો વિવેક યાદવ રાજકોટના બ્રિજરાજસિંહ જાડેજાને દારૂ સપ્લાય કરવાં આવ્યો હતો. બે કાર અને શરાબ એરપોર્ટ પોલીસે કબ્જે કરી પુછતાછ આદરી હતી.

દરોડાની વિગત મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ જી.કે.

રાઠોડ, એએસઆઈ બી.ડી.ભરવાડ, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જીજ્ઞેશભાઈ અઘેરા, કોન્સ્ટેબલ સુરેશભાઈ ગમારા અને સજુભા ડાભી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફને જીવાપર ગામથી એરપોર્ટ ત્રણ રસ્તા તરફ એક સિલ્વર કલરની સ્વીફટ ગાડી નં-4330 તથા એક સફેદ કલરની મારુતી વાન ગાડી નં- 5395 મા વિદેશી દારુનો જથ્થો ભરી આવે છે, તેવી ચોકકસ બાતમી મળતા ટીમ જીવાપર ગામ તરફ જતા રોડ ઉપર આવેલ વિન્ડસર વિલ્લા નજીક ખાનગી વાહનો સાથે વોચમા ગોઠવાઈ ગયેલ હતી.

દરમિયાન હકિકત વાળી બંને ગાડી ત્યાંથી પસાર થતા બંને કારને કોર્ડન કરી રોકાવી દિધેલ અને 5કડાયેલ સ્વીફ્ટ કાર તથા મારુતી વાનની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્વીફ્ટ ગાડી નં-જીજે-03-એનએફ-4330 ના ચાલકનુ નામ પુછતા પોતે વિવેક દિનેશ યાદવ (ઉ.વ.29, રહે. કુવાડવા જી.આઈ.ડી.સી. જલારામ સ્વીટ્સ ઇન્ડસ્ટ્રીઝ) તથા મારુતી વાન નં-જીજે-03-એચકે-5395 ના ચાલકનુ નામ પુછતા પોતાનુ નામ સંજય હકા ગોવાણી (ઉ.વ.31, રહે. રાધાકૃષ્ણનગર, જંગલેશ્ર્વર) વાળો તથા તેની બાજુમા બેસેલ શખ્સ બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.30, 2હે, ન્યુ મેઘાણીનગર શેરી નં-10/11 નો ખુણો સહકાર મેઇન ચોક) હોવાનુ જણાવેલ હતું.

પોલીસે બન્ને ગાડી તેમજ પકડાયેલ ત્રણેય શખ્સોને એરપોર્ટ પોલીસ મથકે લાવેલ અને બન્ને ગાડીમાં ભરેલ રૂ.1.03 લાખની વિદેશી દારુની 153 બોટલ અને બંને કાર મળી કુલ રૂ।.28 લાખના મુદામાલ સાથે ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો કુવાડવાનો વિવેક યાદવ રાજકોટના બ્રિજરાજસિંહને સપ્લાય કરવા માટે આવ્યો હતો. અને દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. હાલ પોલીસે વિવેક યાદવ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar