Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જોડિયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

જોડિયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

જામનગર તા.7: જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની અલગ અલગ જગ્યાઓ માટે નિમણૂક કરવાની છે.

આ કેન્દ્રો જેમાં હડીયાણા તાલુકા શાળા, હડીયાણા કન્યા શાળા, બારાડી પ્રાથમિક શાળા, બેરાજા પ્રાથમિક શાળા, લીંબુડા પ્રાથમિક શાળા, આણંદા પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા, માધાપર પ્રાથમિક શાળા, જીરાગઢ પ્રાથમિક શાળા, બોડકા પ્રાથમિક શાળા, પીઠળ તાલુકા શાળા, જામદુધઈ તાલુકા શાળા, જામસર પ્રાથમિક શાળા,શાંતિનગર પ્રાથમિક શાળા બાલંભા, બીણાધાર પ્રાથમિક શાળા બાલંભા તથા નવા માવનું ગામ શાળાઓમાં સંચાલક કમ કુક તથા કુક કમ હેલ્પરની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જેમાં એસ.એસ.સી. પાસ તેમજ 20 વર્ષથી 55 વર્ષ અને અનુ.જાતિ, અનુ.જન જાતિ તેમજ બક્ષીપંચના ઉમેદવારો માટે 58 વર્ષની વય ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોએ પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતે વિગતો મેળવી નિયત અરજી ફોર્મ તા.15/07/2026 સુધીમાં રજા સિવાયના દિવસોએ 11:00 કલાકથી સાંજના 6:00 કલાક દરમ્યાન પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતેથી મેળવી સમય મર્યાદામાં પહોંચાડવાના રહેશે.

નિયત અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, શારિરીક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર (લિવીંગ સર્ટી.), બેંક ખાતા નંબરની પ્રમાણિત નકલો સાથે સંપુર્ણ નામ, સરનામા સાથે ફોર્મ ભરીને તે જ તારીખના સમયગાળા દરમ્યાન પહોંચાડવાના રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. તેમ જોડિયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar