જુનાગઢ, તા.5 જુનાગઢ જેલનો કેદી જુનાગઢ સિવિલ હોસ્પિટલ માંથી સારવાર દરમિયાન ભાગી છુટતા ગણતરીના સમયમાં પોલીસે દબોચી લીધો. જુનાગઢ તા 5/8/26 મેંદરડા પોલીસ સ્ટેશનના ગુના નો આરોપી હાલ જુનાગઢ ની મુખ્ય જેલમાં હોય ત્યાંથી સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા જ્યાં આઇસીયુ બોર્ડમાંથી ભાગી છુટ્યો હતો જેની જાણ થતાં પોલીસે ચોર તરફ તપાસ હાથ ધરી જુનાગઢ રેલ્વે સ્ટેશનથી દબોચી લીધો હતો
અંગેની વિગત મુજબ મેંદરડા પોલીસ સ્ટેશન નો આરોપી રાહુલ ભીમા પરમાર હાલ જુનાગઢ સેન્ટ્રલ જેલમાં હોય, જ્યાં તેમની તબિયત ખરાબ હોવાનું જણાવતા કેદી રાહુલ ભીમા પરમારને જુનાગઢ સરકારી હોસ્પિટલ આઈસ યુ વોર્ડમાં દાખલ કરેલ હોય, ગોત તારીખ 3/ 8 ના બપોર 3. 45 કલાકે પોલીસની નજર ચૂકવી આઈસીયુ વોર્ડમાંથી ભાગી છુટ્યો હતો, જેની પોલીસને જાણ થતાં તાત્કાલિક ચો તરફ પોલીસે તપાસ કરતા જુનાગઢ રેલ્વે સ્ટેશન ખાતેથી આરોપીને ડબોચી લીધો હતો બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય એન સોલંકી હાથ ધરી છે.
મારામારી
મૂળ ખડપીપળી ગામે રહેતા હાલ ભાવનગર વિઠ્ઠલવાડી ત્રણ માળીયા બ્લોક નંબર 8 માં રહેતા ફરિયાદી પરબતભાઈ કાનજીભાઈ ટાંક ઉમર 64 ના પિતાની હયાતીમાં આરોપી મનસુખપુર ઉર્ફે પટોળી ભાડજા ને મકાન ભાડે આપેલ હોય જે મકાન ખાલી કરવાનું કહેતા આરોપીઓ પરબતભાઈ કાનજીભાઈ ને ગુંડી ગાળો આપી.
આરોપી મનસુખ પટોળી ભાડેજા , મનસુખ નો દીકરો, મનસુખ નો ભાઈ બબા અને મનસુખ ની પત્ની લાકડી, દાતરડા વડે હુમલો કરી લોહણ હાલતમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મેંદરડા પોલીસમાં નોંધાતા મેંદરડા પોલીસે તપાસ કરી છે.

