Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જુનાગઢના ડો.સુભાષ ફાઉન્ડેશન દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન

જુનાગઢના ડો.સુભાષ ફાઉન્ડેશન દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન

(સાગર સોલંકી દ્વારા) જુનાગઢ તા.3

જુનાગઢના ડો.સુભાષ ફાઉન્ડેશનની સૂવર્ણ જયંતી નિમિતે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, સર્જનાત્મકતા તથા લેખન કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી તાલુકા તથા જિલ્લા કક્ષાની નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જુનાગઢ, અમરેલી, અને ગીર સોમનાથ જીલ્લાઓ તેમજ ઉપલેટા, જેતપુર અને ધોરાજી, તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતા ધો.4થી 6 તથા ધો.7થી 9ના વિદ્યાર્થીઓ માટે યોજાશે.

સ્પર્ધાના વિષયોમાં આવો શિક્ષિત બનીએ મારા જીવન ઘડતરમાં માતા પિતાનું મહત્વ, ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ: પડકાર અને ઉકેલ તથા મારો આદર્શ મારી પ્રેરણા રાખવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છીક વિદ્યાર્થીઓએ નિર્ધારીત વિષય પર ઘરે નિબંધ લખીને પોતાની શાળાના સમન્વયક અથવા જવાબદારી વ્યકિતને સબમીટ કરવાનો રહેશે. ત્યારબાદ શાળાના સમન્વયક દ્વારા ડો.સુભાષ ફાઉ. દ્વારા તૈયાર કરવામાં આવેલા ગુગલ ફોર્મમાં વિદ્યાથીની નોંધણી કરીને નિર્ધારીત સમય મર્યાદામાં નિબંધનું ઓનલાઈન સબમીશન કરવામાં આવશે.

દરેક વિભાગમાં તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. વિજેતાઓને રેંક સર્ટીફીકેટ તથા શીલ્ડ એનાયત કરવામાં આવશે. તાલુકા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે યોજાનારી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. જીલ્લા કક્ષાએ વિજેતાઓને રેન્ક, સર્ટીફીકેટ, શીલ્ડ ઉપરાંત આકર્ષક રોકડ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે.

આ અંગે ડો. સુભાષ ફાઉ.ના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સર્જનાત્મક અભિવ્યકિતને પ્રોત્સાહન આપવા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વધુ માહિતી માટે ડો. મહિપાલ રામ: 9898253524 અને પાર્થિવ દૂધાત્રા: 96245 40269નો સંપર્ક કરવા જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar