Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જૂનાગઢના પાદરીયા ગામના તલાટી મંત્રીનો ફરજ રૂકાવટ કેસમાં આરોપીને છ માસની સજા

જૂનાગઢના પાદરીયા ગામના તલાટી મંત્રીનો ફરજ રૂકાવટ કેસમાં આરોપીને છ માસની સજા

જૂનાગઢ,તા.5 જુનાગઢ તાબેના પાદરીયામાં 2022 ના વર્ષમાં તલાટી મંત્રીને થપ્પડ મારી ફરજમાં વૃકાવટ ના કેસમાં એક શખ્સને છ માસની કેદ અને રૂ।.1,000 નો દંડ ફટકારવામાં આવ્યું છે

જુનાગઢના પાદરીયા અને ડુંગરપુર ગામે તલાટી મંત્રી ચનાભાઈ રાજાભાઈ વકાતર ગત તારીખ 24 6/22 શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હતા ત્યારે વીસીઈ રિપોર્ટ ની જરૂર હોવાથી તેઓ ગ્રામ પંચાયત કચેરીએ જતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રવીણ સીયારા એ આવી પ્લોટની બિનખેતીની નોંધ નંબર આપવા કહ્યું હતું આથી તલાટી મંત્રીએ શાળા પ્રવેશોત્સવમાંથી આવી તમને આ નંબર આપું તેમ કહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુએ ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી થપ્પડ મારી ધમકી આપી હતી અને ફરજમાં રૂકાવટ કરી હતી.

આ મામલે ચેનાભાઈ વકાતરે જીતેન્દ્ર અને તેના ભાઈ વિપુલ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ જૂનાગઢના બીજા અધિક ચિપ જ્યુડિઝલ મેજિસ્ટ્રેટ ગૌરવકુમાર દરજી સમક્ષ ચાલી જતા તેણે પુરાવાઓ, તેમજ એ પી પી આઈ એ સમાની દલીલો ને ધ્યાને લઈ જીતેન્દ્ર ઉર્ફ જીતુ ને છ માસની કેદની સજા સાથે 1000 નું દંડ ફટકાર્યો હતો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો જ્યારે વિપુલને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવ્યો હતો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar