Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જુનાગઢની નોબલ યુનિ. ખાતે કાલે મેગા પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાશે

જુનાગઢની નોબલ યુનિ. ખાતે કાલે મેગા પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાશે

(સાગર સોલંકી) જુનાગઢ, તા.3 યુવાનોને અગ્રણી ઉદ્યોગોમાં રોજગારની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવા તેમજ તેમની કારકિર્દીને નવી દિશા આપવાના હેતુથી જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે દેશની અગ્રણી ટાયર ઉત્પાદક કંપનીઓ Apollo Tyres A'¡ MRF Tyresના સહયોગથી તા. 4 જુલાઈ (શનિવાર)ના રોજ મેગા પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા પ્લેસમેન્ટ ડ્રાઇવનું સવારે 10 કલાકે નોબલ યુનિવર્સિટી કેમ્પસ, બામણગામ, ભેસાણ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે જેમાં ધોરણ-10 પાસથી લઈને ધોરણ-12 પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક તેમજ વિવિધ વ્યાવસાયિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુક ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાત અને કંપનીની જરૂરિયાત મુજબ વિવિધ હોદ્દાઓ પર કારકિર્દી શરૂ કરવાની તક મળશે.

ભરતી પ્રક્રિયા દરમિયાન Apollo Tyres A'¡ MRF Tyres દ્વારા વિવિધ વિભાગોમાં 500થી વધુ ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. બંને કંપનીઓમાં પસંદગી પામનાર ઉમેદવારોને આકર્ષક માનદ વેતન ઉપરાંત બસ ટ્રાન્સપોર્ટેશન, કંપની દ્વારા રહેઠાણની સુવિધા તેમજ બપોરના અને રાત્રિભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, ઉમેદવારોના કાર્યપ્રદર્શનના આધારે તેમના માનદ વેતનમાં સમયાંતરે યોગ્ય વધારો પણ કરવામાં આવશે.

નોબલ યુનિવર્સિટી દ્વારા રોજગાર ઇચ્છુક યુવાનોને આ સુવર્ણ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, બાયોડેટા, આધાર કાર્ડ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે તા. 4 જુલાઈના રોજ સવારે 10 કલાકે નોબલ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસ,બામણગામ ભેસાણ રોડ, જૂનાગઢ ખાતે સમયસર ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતી અંગેની વધુ માહિતી માટે 8401417092 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ આયોજન બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.પી. ત્રિવેદી, સંસ્થાના કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સંસ્થાના કુલપતિ ડો. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar