Tuesday, 16 Jul, 8.51 am સાંજ સમાચાર

ઇન્ડિયા
જુની પેન્શન યોજના ફરી દાખલ નહી કરાય

નવી દિલ્હી તા.16
લોકસભામાં સરકારે એક લેખીત પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. 2004માં સરકારે તે સમયની પેન્શન યોજના બંધ કરી હતી અને આવતા કેન્દ્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના કે જે અમેરિકી સ્ટાઈલની પેન્શન ફંડ મેનેજર દ્વારા સંચાલીત યોજના છે તે અમલમાં મુકી હતી અને ગુજરાત સહીતના રાજયોએ પણ તેને સ્વીકારી છે. જો કે નવી પેન્શન યોજના સામે કર્મચારીઓને અનેક પ્રકારની નાણાકીય નુકશાની થતીહોવાની ફરિયાદ થઈ છે અને સરકારે તેમાં થોડા સુધારા પણ કર્યા છે પરંતુ અગાઉની પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ કરાશે નહી તેવુ સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top