સાંજ સમાચાર
301k Followersરાજકોટ,તા.2
આવતીકાલ 3જી માર્ચથી સીએનજી ગેસ પંપના ડીલરોએ અચૌકકસ મુદત સુધી ગેસનું વેચાણ બંધ રાખવાનું એલાન જાહેર કર્યા બાદ આજે ગેસ કંપનીઓ સાથે ફેડરેસન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ની મીટીંગ મળતા ગેસ કંપનીઓએ ડીલરોને માર્જીનમાં સુધારો આપવાની ખાત્રી આપતા આવતીકાલની ગેસ વેચાણ બંધની હડતાલ મુલત્વી રાખવામાં આવ્યું હોવાનું ડીલર એસો.ની યાદીમાં જણાવ્યું છે.
ગેસ કંપનીઓ છેલ્લા 55 મહીનાથી ડીલરોના માર્જીનમાં વધારો નહીં આપતા ડીલર એસો.એ ગેસ વેચાણ બંધ કરવાનું એલાન આપતા જ ગેસ કંપનીઓએ આજે ડીલર એસો. સાથે તાત્કાલીક બેઠક યોજી ડીલરોની માર્જીનની માંગ સંતોષવા ખાત્રી આપતા ડીલર એસો.એ હડતાલ પરત ખેંચી લીધી છે. જેને કારણે સીએનજી ગેસ પંપો રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ફેડરેશનના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણી અને સીએનજી કો.ઓર્ડી. ગોપાલભાઇ ચુડાસમાની યાદીમાં જણાવાયું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar