રાજકોટ તા.4 ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના આગમ અર્કદર્શક ચારિત્રનિષ્ઠ પ.પૂ. ગુરૂ ભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ તથા પૂ.શ્રીના સુશિષ્ય અને સુશિષ્યા ભગવંતોના શેષકાળનો લાભ રાજકોટના વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થઈ રહેલ છે.
શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા.જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ, રાજકોટ દ્વારા વેકેશનનો સદઉપયોગ થાય તેમજ કિશોરો-યુવાનો જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી આદર્શ શ્રાવક શ્રાવિકારત્નો બને તથા જીવન સાર્થક બનાવે તેવા હેતુસર દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં તાલીમ કેમ્પ (શિબિર)નું આયોજન પૂ.
રાજગુરૂભગવંત તથા પૂ.શ્રીના સુશિષ્ય સુશિષ્યા ભગવંતોની શુભ નિશ્રામાં થાય છે. ઉપરાંત પારિવારિક શિબિરો, યુવા શિબિરોનું આયોજન પણ શ્રીસંઘોમાં નિયમીતરૂપ કરવામાં આવે છે.
આ શિબિરો દ્વારા જીવન જીવવાની કળા, ડીપ્રેશનથી દૂર રહેવાના ઉપાયો, એકાગ્રતાથી ભણવાની તાલીમ, ગુસ્સા પર કાબુ મેળવવાની કળા, મોબાઈલ- લેપટોપ- ટીવી- નેટ વગર પણ સુખ-શાંતિથી જીવવાના ઉપાય, ધાર્મિક અને સંસ્કારી મિત્રોનો મેળાપ, આ ભવ અને પરભવ સુધારવાની તાલીમ, સાચા સુખના સ્વરૂપને ઓળખવાનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.
15 દિવસીય જ્ઞાન આરાધના શિબિરનું 10થી 50 વર્ષના ભાઈઓ માટે શ્રી ઋષભદેવ સંઘ (1, તિરૂપતિ નગર, કેન્સર હોસ્પિટલ સામે, નિર્મલા રોડ, રાજકોટ) અને 10થી 50 વર્ષના બહેનો માટે સંભવનાથ (2 નંદનવન પાર્ક,ચંદન પાર્ક મેઈન રોડથી પેરેડાઈઝ હોલ સામેના રોડમાં અથવા સાધુ વાસવાણી રોડથી ગોલ્ડન સુપર માર્કેટ પાસેના રોડ, રાજકોટ)માં કાલ તા.5થી 19 મે દરમ્યાન શ્રી સમિતિ દ્વારા આયોજન થયેલ છે.
ભાઈઓની શિબિર પૂ.ગુરૂ ભગવંત આદી ભગવંતોની શુભ નિશ્રામાં અને બહેનોની શિબિર પૂ. ગુરૂ ભગવંતના આજ્ઞાનુવર્તી પ.પૂ. ગુરૂણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજીના શિષ્યરત્નાઓ બા.બ્ર. પૂ.શ્રી ધર્મજ્ઞાજી મહાસતીજી આદિ ભગવંતોની શુભ નિશ્રામાં છે.
આ શિબિરનો પૂર્ણ 15 દિવસ અથવા નીચે પ્રમાણે સમય મુજબ દરરોજ અથવા કોઈપણ દિવસે લાભ લઈ શકાશે. જેમાં 1) નિવાસીય શિબિર: 15 દિવસ શ્રીસંઘમાં નિવાસ કરી લાભ લઈ શકાશે. 2) દેવસીય શિબિર: દિવસ દરમ્યાન શિબિરનો પૂર્ણ લાભ લઈ રાત્રે ઘરે જઈ શકાશે.
3) ત્રીરંગી શિબિર: બપોરે 3થી 5-30 સુધી શિબિરનો કોઈપણ ઉમરના ભાઈ બહેનો લાભ લઈ શકશે. 4) રાત્રી સંવર/ રાત્રી પૌષધ શિબિર: બપોરે 3 વાગ્યાથી સવાર સુધી લાભ લઈ શકાશે. 5) પ્રાત: શિબિર (ફકતશ્રી ઋષભદેવ સંઘમાં): સવારે 6-45થી 7-45 સુધી શિબિરનો કોઈપણ ઉમરના ભાઈ બહેનો લાભ લઈ શકશે.
જિંદગીમાં યુ-ટર્ન લાવવા જીવનના ટાઈમ ટેબલમાં થોડો ધર્મનો, સંસ્કારનો ટાઈમ રાખીએ, આ શિબિરમાં ભાગ લેવા ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ રાજકોટના સહપ્રમુખ પરેશભાઈ પટેલે (મો.94267 12289) જણાવેલ છે.

