Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, ઉમરાળા, ધુન ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર

કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, ઉમરાળા, ધુન ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર

(હર્ષલ ખંધેડિયા) નવાગામ તા.3 કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, ઉમરાળા, હકુમતી સરવાણીયા, ધુન ધોરાજી, જામવાળી, ભંગડા, ટોડા તેમજ છતર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી છે.

ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે, જયારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, નવાગામમાં ભારે વરસાદના કારણે હાઈસ્કુલની એક દિવાલ દરાશાયી થઈ હતી.

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ભારે વરસાદને પગલે નવાગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, તે જ રીતે માછરડા, ઉમરાળા, હકુમતી સરવાણીયા, ધુન ધોરાજી, જામવાળી અને છતર ગામોની સ્થાનિક નદીઓમાં પણ પાણીનો પ્રવાહ વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ વાત કરવામાં આવે તો કાલાવડના આવેલા ટોડા ગામ પાસેના બંને ડ્રાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

ડાઈવર્ઝન બંધ થતા ટોડા ગામનો અન્ય ગામો સાથેનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે અને ગામ સંપર્ક વિહાણું બન્યું છે. રસ્તા પર પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar