Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાલાવડ વિધાનસભા વિસ્તારના વિકાસ કામો તથા લોકપ્રશ્નો અંગે મેઘજીભાઇ ચાવડાની મુખ્યમંત્રીને રજુઆત

કાલાવડ વિધાનસભા વિસ્તારના વિકાસ કામો તથા લોકપ્રશ્નો અંગે મેઘજીભાઇ ચાવડાની મુખ્યમંત્રીને રજુઆત

(રાજુ રામોલિયા) કાલાવડ તા.5

પોતાના વિસ્તારના સર્વાંગી વિકાસ અને સ્થાનિક રહીશો તથા ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિકાલ અર્થે ગાંધીનગર ખાતે મેઘજીભાઈ ચાવડા દ્વારા સતત જહેમત ઉઠાવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તેમજ વિવિધ વિભાગના મંત્રીઓને રૂબરૂ મળીને વિસ્તૃત અને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિસ્તારોને સ્પર્શતા નીચે મુજબના અગત્યના પ્રશ્નો અને કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતીઃ

કાલાવડ વિસ્તારઃ નાગાજર ગામ નો બંધ પડેલ બ્રિજનુ કામ અને પડતર રોડ-રસ્તાના વિકાસના કામો. ખેડૂતોના વીજળી/સિંચાઈ સંબંધિત પ્રશ્નો, કાલાવડ નગરપાલિકાના લાંબા સમયથી પડતર વિકાસના કામો.

ધ્રોલના 'સૌની યોજના'માંથી બાકી રહી ગયેલા ગામોનો તાત્કાલિક સમાવેશ કરવો. રોઝીયા રોડનું કામ અને બાવની રિવર ફ્રન્ટનો વિકાસ. ધ્રોલમાંથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ અને સર્વિસ રોડની કામગીરી.

જોડીયા વિસ્તારમાં રેકલેમેશન બંડ અને ક્ષાર અંકુશના મહત્વના કામો,સિંચાઈ અને અન્ય રોડના કામો આજી-સિંચાઈ યોજનાની જમણા કાંઠાની કેનાલ કામગીરી ત્વરિત ચાલુ કરવી,આજી-4 પાસે મંજુર થયેલ રોડ (કુલદીપભાઈ પીઠમલની રજૂઆત)નું કામ ઝડપથી શરૂ કરવું.મોરબી (આમરણ ચોવીસી) વિસ્તારઃ આમરણ સરકારી દવાનો દરજ્જો સુધારી તેને અપગ્રેડ કરવું,આમરણ ખાતે નવું બસ સ્ટેન્ડ બનાવવું. સિંચાઈ માટે મેધા કેનાલનું નવીનીકરણ કામ મંજૂર થયેલ 66 કે.વી. સબ-સ્ટેશન (આમરણ-કોયલી)ની કામગીરી ઝડપી બનાવવી.

પડધરીના જીવાપર અને ખોખરી વિસ્તાર માટે સૌની યોજના તથા ખોખરી રોડ-રસ્તાના કામો. ગજડી ચેકડેમ માટે બ્રિજ મંજૂર કરવા સહિતના અન્ય સ્થાનિક વિકાસકામો.ગાંધીનગર ખાતે રજૂઆત વેળાએ મેઘજીભાઈ ચાવડા સાથે કાલાવડના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પતિ શ્રી ડી. ડી. જીવાણી, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી કે. પી. ભીમાણી, ધ્રોલ તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કાસુન્દ્રા, અને ધ્રોલ નગરપાલિકાના તુષારભાઈ ભાલોડીયા સહિતના સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી તેમજ સંબંધિત મંત્રીઓએ આ તમામ રજૂઆતોને ખૂબ જ સકારાત્મકતાથી સાંભળી હતી અને તમામ પ્રશ્નોનો વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar