Dailyhunt
કાલાવડની પી.એમ. વૃજકુંદરબેન કન્યા શાળામાં 'રંગોત્સવ' યોજાયો

કાલાવડની પી.એમ. વૃજકુંદરબેન કન્યા શાળામાં 'રંગોત્સવ' યોજાયો

(રાજુ રામોલિયા) કાલાવડ તા.2

કાલાવાડની પી.એમ.શ્રી વૃજકુંવરબેન કન્યા શાળામાં રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાની વિધાર્થિનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ભાજપ આગેવાન હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અભિષેકભાઈ પટ્ટવા, કાલાવાડ શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, સહદેવસિંહ જાડેજા,બકુલભાઈ જોષી, કાનાભાઇ જોષી, ભાવનાબા ગોહિલ, ડો ભારતીબેન વઘાસિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ સોમૈયા, કુલદીપસિંહ જાડેજા, દિવ્યેશભાઈ ઠુંમર વગેરે મહાનુભાવોએ હાજરી આપેલ હતી.

વિદ્યાર્થીઓના વાલીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્માબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar