Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાલે અંગારકી ચોથ : મહાત્મ્ય

કાલે અંગારકી ચોથ : મહાત્મ્ય

અંગારકી સંકષ્ટી ચતુર્થી (અંગારકી ચોથ) 5 મે 2026 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. મંગળવારે આવતી ચતુર્થીને 'અંગારકી ચોથ' કહેવાય છે, જે 21 સંકષ્ટી ચતુર્થીઓ જેટલું ફળ આપે છે અને ગણેશજીની કૃપા માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

દરેક મહિનાની વદ ચોથને વિનાયક ચતુર્થી કહેવાય છે પરંતુ જ્યારે મંગળવાર અને ચોથ આવતી હોય તો તેને અંગારકી ચોથ કહેવાય છે.

આ દિવસે વ્રત કરવાથી સંતાન સુખ, આરોગ્ય અને સફળતા મળે છે. ખાસ કરીને મંગળ દોષ નિવારણ માટે આ દિવસ ઉત્તમ છે.

પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ. કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમના સુપુત્ર અંગારા ઋષિ પણ ગણેશજીના ભક્ત બન્યા. માત્ર ભક્ત નહી પરંતુ અનન્યભાવથી વિધ્નહર્તાની ભકિત કરવા લાગ્યા તેમની તપસ્યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.

આ વેળાએ અંગારા ઋષિએ નમ્રતાથી એટલું જ કહ્યું કે 'હે ભગવાન..! હું મારી જાતને સદાકાળ આપની સાથે જોડવા માંગુ છું.' ગણેશજીએએ પ્રસન્નતાથી 'તથાસ્તુ' કહ્યું. આ દિવસે કૃષ્ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક મળીને ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે.

આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.પદ્મ પુરાણમાં સંકટચોથનું વર્ણન કરવામાં આવ્યું છે. જે નિર્જલા સંકટ ચોથનું વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

સંકટ ચોથની પૂજામાં ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલું તિલકૂટ અર્પણ કરવામાં આવે છે. સંકટ ચોથના તહેવાર પર મહિલાઓ તેમના પરિવારનાં સુખ અને સમૃદ્ધિ માટે નિર્જલા વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે. ગણેશજીની પૂજા કર્યા પછી રાત્રે ચંદ્રને અર્ઘ્ય વિધિપૂર્વક અર્પણ કરવામાં આવે છે. આ વ્રત ચંદ્રમાને અર્ધ્ય વિના અધૂરું રહે છે અને ચંદ્ર અર્ઘ્ય પછી જ વ્રત પૂર્ણ કરી શકાય છે. ચંદ્ર દર્શનનો સમય રાત્રે 10:19 થી છે.

શાસ્ત્ર અનુસાર આ ચોથનું વ્રત કરવાથી 21 ચોથ કરવા જેટલું ફળ પ્રાપ્તિ થાય છે. જે જાતકની કુંડળીમાં મંગળદોષ હોય તેમણે અવશ્ય પૂજા વ્રત કરવું કરશે તો વિશેષ હિતકારી બનશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે આ વ્રત વધુ ફળદાયી નીવડશે.

વિદ્યાર્થીઓએ ગણેશજીનો સ્તોત્ર, ગણપતિ અથર્વશીર્ષ પાઠ, નામાવલી કરવાથી વિદ્યા પ્રાપ્તિ માટે વધુ શુભ મનાય છે. નોકરિયાત કે ધંધાદારી વર્ગ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડીને સહહદય પૂર્વક પ્રાર્થના કરવાથી લાંબા સમયના અટકેલા કાર્યો પૂર્ણ થશે કારણ કે ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા માંગલિક કાર્યોમાં અગ્રેસર હોવાથી આ ચતુર્થીનો ઉપવાસ કરવાનું વધુ ફળદાયી નિવડશે, જેનાથી પરિવારમાં અખંડ લક્ષ્‍મી બની રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar