Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કારનાં ભાડાની રકમના હિસાબમાં આપેલ ચેક રિટર્ન થતા આરોપીને 1 વર્ષની કેદ

કારનાં ભાડાની રકમના હિસાબમાં આપેલ ચેક રિટર્ન થતા આરોપીને 1 વર્ષની કેદ

રાજકોટ, તા.5 કારના ભાડાની રકમના હિસાબમાં આપેલ ચેક રિટર્ન થતા આરોપીને કોર્ટે 1 વર્ષની કેદની સજા અને દંડ ફટકારેલ છે. ફરીયાદી રાજકોટ કનોજીયા બ્રહ્મસમાજના પ્રમુખ રીટાબેન લખલાણીએ આરોપીને ભાડા પેટે આપેલ બલેનો કારનાં ભાડાની રકમ પેટે હિસાબ મુજબ રૂા. 2,52,000/- પરત કરવાનાં હેતુથી આરોપીએ ચેક આપેલો અને આરોપીએ આપેલ ચેક 'ફંડ ઈનસફીસીયન્ટ' નાં શેરા સાથે રીર્ટન થતાં ફરીયાદી રીટાબેન લખલાણી દ્વારા આરોપીને વકીલ મારફત નોટીસ આપેલ અને ત્યારબાદ આરોપીએ નોટીસનો ખોટી વિગતોવાળો જવાબ આપતા.

રાજકોટની ફોજદારી કોર્ટ માં ચેક રીર્ટનની ફરીયાદ કરેલ.

આ ફરીયાદનાં કામે બંને પક્ષોની રજુઆત સાંભળી તથા પુરાવાઓનું વિશલેષણ કરીને અદાલતે આરોપી મોહીત દેવજીભાઈ બલવાને દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 2,80,000/= દંડ તરીકે જમા કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે મુળ ફરીયાદી રીટાબેન લખલાણી તરફે વકીલ તરીકે કેતન એન. સિંધવા, પંકજ આર. દોંગા, નિશાબેન લાડવા, હેતલબેન પટેલ તથા સહાયક તરીકે સાક્ષીબેન મંડીર તથા ભકિતબેન ચાવડા રોકાયેલ હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar