નવી દિલ્હી, તા.20 કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિના અંશ ધારક ટુંક સમયમાં જ યુપીઆઇના માધ્યમથી પીએફ ખાતામાંથી રકમ ઉપાડી શકશે.
તેમણે જણાવ્યું હતું કે, યુપીઆઇ પેમેન્ટ ગેટવેના માધ્યમથી કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ)થી પૈસા ઉપાડવા માટે પરીક્ષણનું કામ પુરું થઇ ચૂક્યું છે. આ સુવિધાથી ઉપાડવામાં આવેલ રકમ સીધી સભ્યતા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
હાલમાં ઇપીએફઓ સભ્યોને પોતાના ઇપીએફ ખાતા સુધી પહોંચવા માટે ઉપાડના દાવા માટે આવેદન આપવું પડે છે, જેમાં સમય લાગે છે. હવે સભ્ય પોતાના લિંક કરવામાં આવેલા બેન્ક ખાતામાં પૈસા સ્થળાંરિત કરવા માટે ઉપલબ્ધ પાત્ર ઇટીએફ રકમ જોઇ શકશે. એકવાર ખાતામાં રકમ ટ્રાન્સફર થઇ ગયા બાદ સભ્ય એટીએમથી ઉપાડ સહિત પોતાની ઇચ્છા અનુસાર તેનો ઉપયોગ કરી શકશે.

