Sunday, 28 Feb, 1.03 pm સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પોતાના 95 વર્ષીય માતૃશ્રી સાથે મતદાન કરવા પહોંચ્યા

રાજકોટઃ
રાજ્યભરમાં આજે જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારથી જ રાજકીય અગ્રણીઓ બુથ પર મતદાન કરવા પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પોતાના 95 વર્ષીય માતૃશ્રી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે તેમના ધર્મપત્ની પણ હતા. પરષોત્તમભાઈ રૂપાલાએ પરિવાર સાથે પોતાના વતન ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું હતું.

રાજ્યમાં 6 મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો, ત્યારે આજે મતદાન કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top