Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કેનેડા - અમેરિકા વચ્ચે ફરી ટેરિફ યુદ્ધ

કેનેડા - અમેરિકા વચ્ચે ફરી ટેરિફ યુદ્ધ

વોશિંગ્ટન, તા.22 અમેરિકા અને કેનેડા વચ્ચે વ્યાપાર સમજુતી તુટી પડતા હવે અમેરિકાએ કેનેડાથી આયાત થતા 20 અબજ ડોલરના ઉત્પાદનો પર 50 ટકા જેવો ભારેખમ ટેરિફ લાદી દીધો છે તો બીજી તરફ કેનેડાએ પણ અમેરિકી ઉત્પાદનો સામે આ પ્રકારે ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી છે.

અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીનના જણાવ્યા મુજબ કેનેડા તેના જુના વચનોથી પાછુ હટી ગયુ છે અને તેની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઉભા થયા છે.

તેના કારણે અમેરિકામાં આયાત થતા કેનેડાની હોકીથી લઈ મેડીકલ ઉપકરણો તમામ મોંઘા થશે.

કેનેડાને પણ અમેરિકી આયાતમાં મોટો માર સહન કરવો પડશે. આમ આ બંને દેશ વચ્ચે ચાલુ થયેલા ટેરિફ વોરના કારણે કેનેડામાં પણ મોંઘવારી વધશે તે પણ નિશ્ચિત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar