તહેવારો ટાણે ખાદ્યતેલોમાં તેજીનો દોર સતત ચાલુ રહ્યો હોય તેમ આજે વધુ 10-10 રૂપિયાનો ભાવવધારો હતો. રાજકોટ માર્કેટમાં સીંગતેલ ડબ્બે 10 રૂપિયા વધીને 2930 થી 2980 થયો હતો. કપાસિયા તેલ ડબ્બો 2820 થી 2870 હતો. પામોલીન ટીન 2400થી 2405 હતું. તહેવારોમાં ડીમાંડ વધવાની ગણતરી, વિશ્વબજારમાં તેજી તથા માલની સંભવિત ખેંચથી ભાવ વધી રહ્યા છે.

