Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખંભાળીયા નજીક પુરપાટ વેગે જતા વાહનની ઠોકરે બે બકરાઓના મોત

ખંભાળીયા નજીક પુરપાટ વેગે જતા વાહનની ઠોકરે બે બકરાઓના મોત

જામ ખંભાળિયા, તા.7 ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટીયા પાસે વિજયનગર ખાતે રહેતા લખાભાઈ ગાંગાભાઈ ખાંભલા નામના 40 વર્ષના માલધારી યુવાન પોતાના બકરાઓ લઈને સીમમાં ચરાવવા ગયા હતા.

ત્યારે કજૂરડા પાટીયાથી દેવરીયા ગામના પાટીયા વચ્ચે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ફોર વ્હિલર નંબર જી.જે. 10 બી.આર. 7011 ના ચાલકે લાખાભાઈના ચાર જેટલા બકરાને અડફેટે લીધા હતા.

જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બે બકરાઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે બકરાને ઈજાઓ થવા પામી હતી.

અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસએ લખાભાઈ ખાંભલા માલધારીની ફરિયાદ પરથી ફોર વ્હિલર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

સતાપર ગામે ડેમમાં ન્હાવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા લાલુ દિનેશભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાન ગત તારીખ 5 જુલાઈના રોજ સતાપર ગામે આવેલા સિંધણી ડેમના પાણીમાં નહાવા જતા આ પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ કિરણ દિનેશભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.

દ્વારકા તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 11 જુગારીઓ ઝડપાયા
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાંથી પોલીસે ખીમા સીયાભાઈ ચાનપા, દેવા ખેંગારભાઈ ચાનપા, દુદા પરબતભાઈ હાથીયા, લાખા રણમલ ચાનપા અને દેવા અરજણભાઈ ફફલ નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. 4,470 ની રોકડ રકમ સાથે કુલ રૂ. 19,970 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં આંબેડકર સોસાયટીમાંથી અશોક કુંભાભાઈ માંગલીયા, જીવા મુરૂભાઈ માંગલીયા અને મંગા ઉર્ફે કરણ મુરુભાઈ ચાનપા નામના ચાર શખ્સોને મીઠાપુર પોલીસે તીનપત્તિનો જુગાર રમતા રૂ. 2,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દ્વારકા પોલીસે ટીવી સ્ટેશન વિસ્તારમાંથી વરજાંગભા હમીરભા કેર અને ડાડુભા રાજાભા બઠીયાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

સલાયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સ્મિત નામના એક શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની 7 નાની બોટલ ચપટા સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar