Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોમનવેલ્થ ગેમ્સ માટે 'ટીમ ગુજરાત' સજ્જ : હર્ષ સંઘવી

કોમનવેલ્થ ગેમ્સ માટે 'ટીમ ગુજરાત' સજ્જ : હર્ષ સંઘવી

ગાંધીનગર, તા.5 ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન બાદ હવે આવતી 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારત-અમદાવાદમાં થવાનું છે. કોમનવેલ્થની બેટન અને ફલેગ સ્વીકારવા ગ્લાસ્ગો ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પરત આવ્યા છે અને આજે કોમનવેલ્થ ફલેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો હતો. 2030ના રમતોત્સવ માટે ટીમ ગુજરાત સજ્જ હોવાનું તેઓએ જાહેર કર્યું હતું.

ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે 'ટીમ ગુજરાત' સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.

તેમણે વિગતો આપતાં જણાવ્યું કે, ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ, ગ્લાસગો 2026ના ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ સ્થાનિક ખેલાડીઓ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ આયોજન અને યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar