નવી દિલ્હી તા.3
કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે કે તેમને હોસ્પીટલમાં મોબાઈલ રાખવાની મંજુરી મળશે. કેન્દ્ર સરકારે દરેક રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને જણાવ્યું છે કે હોસ્પીટાલીટી દાખલ કોરોનાના દરેક દર્દીઓને મોબાઈલ રાખવાની આપવી જોઈએ જેથી તે તેના પરિવારજનોની સાથે વાત કરી શકે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આથી કોરોના દર્દીઓને મનોવૈજ્ઞાનિક રીતે પણ મદદ મળશે.વોર્ડમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજુરી અગાઉથી જ છે. પરંતુ હાલમાં કેટલાક લોકોની ફરિયાદો હતી જેને ધ્યાને લઈને કેન્દ્રે દરેક રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના આ નિર્દેશ કર્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક ડો.
રાજીવ ગર્ગે રાજયોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઉપકરણોને સમય સમયે ડિસઈન્ફેકટ કરવાના ઉચીત પ્રોટોકોલ વિકસીત કરાવી શકાય છે.

