Saturday, 11 Jul, 10.49 am સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
કોરોના વાયરસ હવામાં તરે છે? લક્ષણો વગરના લોકો ફેલાવી શકે? વિશ્વ આરોગ્ય સંસ્થા આ સવાલોનો આપે છે જવાબ

જીનિવા તા.11
વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ કોવિડ 19ના હવામાં સંક્રમણ વિષે વિગતવાર નોંધ બહાર પાડી છે. હવામાં તરતાં વાયરસથી પણ સંક્રમણ થઈ શકે છે એવું જાહેર કરવા 239 વિજ્ઞાનીઓએ પણ સંખ્યાના પગલે હુએ ખુલાસો કર્યો છે.

પ્રાપ્ય પુરાવાના આધારે હુએ તારણ કાઢયું છે કે સંક્રમણનો મુખ્ય માર્ગ લક્ષણો ધરાવતા લોકોના ડ્રોપલેટ છે. હુએ લક્ષણો ન ધરાવતા લોકો બીમારી ફેલાવી શકે કે નહીં તે વિષે પણ ચર્ચાવિચારણા કરી છે.

કોરોના વાયરસ હવામાં તરે છે?
એરબોર્ન ટ્રાન્સમીશનનો મતલબ એ છે કે લાંબા અંતરે પણ હવામાં સ્થિર રહેલા માઈક્રો ડ્રોપલેટ અથવા એરોસોલ્સથી ચેપી વિષાણુ ફેલાય છે.ડ્રોપલેટથી ઈન્ફેકશન સીધા, આડકતરા અથવા ચેપીરોગ સાથે નજીકનો સંપર્ક ધરાવતી વ્યક્તિ મારફત ફેલાય છે. ડ્રોપલેટથી ઈનન્ફેકશન સલિવા અને શ્વાસોશ્વાસના ડ્રોપલેટ દ્વારા પણ ફેલાય શકે છે.ત્રણ અભ્યાસોની સમીક્ષા કર્યા પછી હુએ જાહેર કર્યું છે કે કોવિડ 19 મુખ્યત્વે રેસ્પીરેટરી ડ્રોપલેટસ અને કોન્ટેકટ માર્ગે ફેલાય છે.એરોસોલ પેદા કરતી પ્રોસીજરનો ઉપયોગ થાય છે એવા મેડીકલ વાતાવરણમાં એરોસોલાઈઝડ સંક્રમણ શકય છે.

લક્ષણો ન ધરાવતા (અસિમ્પ્ટોમેટિક) લોકો દ્વારા બીમારી ફેલાઈ શકે?
બીમારી કોણ ફેલાવી શકે: હું કહે છે કે હાલના પુરાવા સૂચવે છે કે ટ્રાન્સમીશન મુખ્યત્વે લક્ષણો હોય તેવા લોકો દ્વારા ફેલાય છે.

એ ઉપરાંત કોઈનામાં લક્ષણો વિકસે (પ્રિ-સિમ્પ્ટોમેટિક) એ પણ લાંબા એકસપોઝર પછી સંક્રમણ ફેલાવી શકે. અલિમ્પ્ટોમેટીક કેરીયર્સ પણ ટ્રાન્સમીશન કરી શકે? હું કહે છે કે આ એક મોટું રહસ્ય છે.
અસિમ્પ્ટોમેટીક લોકો વય પ્રમાણે જુદા જુદા છે. મોટી વયના લોકોમાં અન્ય બીમારીઓ પહેલેથી હોય શકે.હુ કહે છે કે પુખ્ત વયના લોકો કરતાં વાહકોમાં કિલનિકલ લક્ષણોની સંભાવના ઓછી હોય છે.

અભ્યાસો શું કહે છે?
અમેરિકા અને ચીનના અગાઉના અભ્યાસો કહે છે કે ચીનમાં ટેસ્ટીંગ વખતે 75-100% લોકો અસિમ્પ્ટોમેટીક હતા, પણ પાછળથી તેમનામાં લક્ષણો જોવા મળ્યા હતા.તાજેતરની સમીક્ષા મુજબ વાસ્તવમાં અસિમ્પ્ટોમેટીક કેસોની સંખ્યા 6% થી 41% છે. સરેરાશ એ 16% (12-20%) કહી શકાય.

અભ્યાસોની પણ એક મર્યાદા હોય છે. કેટલાક અભ્યાસોમાં બતાવવામાં આવ્યું નહોતું કે તેમણે કયારેય લક્ષણો વિકસાવ્યા હતા તે જોવા ટેસ્ટીંગ સમયે અસિમ્પ્ટોમેટીક લોકોની જાણકારી તેમણે કઈ રીતે લીધી.

અન્ય અભ્યાસોમાં અસિમ્પ્ટોમેટીકની વ્યાખ્યા સંકુચીત રીતે કરે છે. જેમણે બિલકુલ લક્ષણો દેખાડયા નથી એવી વ્યાખ્યાના બદલે કેટલાક અભ્યાસમાં અસિમ્પ્ટોમેટીકની સંકુચીત વ્યાખ્યા કરવામાં આવી છે. એ મુજબ એવી વ્યક્તિ જેઓ કયારેય તાવ આવ્યો નથી કે શ્વાસમાં તકલીફ પડી હોય.
આ સવાલોના ઉતર આપવા સાથે કહે છે કે હાથ ધોવા, ફીઝીકસ, ડિસ્ટેન્સીંગ અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જેવા સાવચેતીના પગલા ચાલુ રાખવા જોઈએ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top