Saturday, 11 Jul, 10.18 am સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
કોરોના વાયરસ વચ્ચે સિંગાપોરમાં યોજાઈ ચૂંટણી , લોકોએ નિયમોનું પાલન કરી મત આપ્યો

સિંગાપુર : કોરોના વાયરસ વચ્ચે શુક્રવારે સિંગાપોરમાં નવી સરકાર માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ સમય દરમિયાન, લોકો મોં પર માસ્ક અને હાથમાં મોજા પહેરીને મત આપવા માટે ઘરોમાંથી બહાર આવ્યા હતા. આ ચૂંટણી વડા પ્રધાન લી સેન લૂંગની પણ કસોટી છે. અપેક્ષા છે કે પક્ષ સત્તામાં ફરીથી પાછો ફરશે.

સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું હતું રાત્રે આઠ વાગ્યા સુધીમાં મતદાન પૂરું થવાનું હતું પરંતુ 2 કલાકનો સમય વધારવા માં આવ્યો હતો, 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સવારે મત આપવા માટે આવ્યા હતા જેથી તેઓ નાના મતદારો સાથે સંપર્ક ઓછો રહે. આનાથી મતદાન મથકો પર લાંબી લાઇનો લાગી હતી અને સમય વધાર્યો હતો. ચૂંટણી વિભાગે પણ આ માટે માફી માંગી હતી.

ચૂંટણી વિભાગે કહ્યું કે સાંજના પાંચ વાગ્યા સુધીમાં લગભગ 21 લાખ 59 હજાર લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ નોંધાયેલા મતદારોમાં 81 ટકા છે. કોરોનાના ભયને ધ્યાનમાં રાખીને, મતદાન મથકોની સંખ્યા 880 થી વધારીને 1100 કરવામાં આવી હતી. દરેક મતદાન મથક પર આશરે 2400 લોકોએ મત આપવાના રહે છે.

સત્તામાં રહેલા પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી) સહિત અગિયાર રાજકીય પક્ષો ચૂંટણી લડ્યા છે. તમામ પક્ષો છેલ્લા 9 દિવસથી પ્રચાર કરી રહ્યા હતા. વડા પ્રધાન લીએ ગયા મહિને નિયત તારીખથી 10 મહિના પહેલા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. લીની પીએપી પાર્ટી 1950 થી દરેક ચૂંટણીઓ જીતી છે. જો કે, 2011 માં પાર્ટીની મત ટકાવારી ઘટીને 60% ની આસપાસ થઈ ગઈ હતી. પીએપીએ આ ચૂંટણીમાં ભારતીય મૂળના કોઈપણ ઉમેદવારને ટિકિટ આપી નથી. જોકે, વિરોધી પક્ષોએ આવા 12 ઉમેદવારો ઉભા કર્યા છે.

લી સેન લૂંગ 2004થી વડા પ્રધાન છે
અહીં 11 બેઠકો માટે 11 પક્ષોના કુલ 192 ઉમેદવારો ઉભા રહ્યા છે. લી સેન લૂંગ 2004 થી સિંગાપોરના વડા પ્રધાન છે. સપ્ટેમ્બર 2015 ની ચૂંટણીમાં તેમની પાર્ટી પીએપીએ 83 બેઠકો જીતી હતી. આ પછી 'વર્કર્સ પાર્ટી'એ 6 બેઠકો જીતી લીધી હતી. વડા પ્રધાનના ભાઈ લી સેન યાંગ તાજેતરમાં વિરોધી પક્ષ 'પ્રોગ્રેસ સિંગાપોર પાર્ટી માં જોડાયા છે. જોકે, તે ચૂંટણી લડી રહ્યા નથી. બંને ભાઇઓ વચ્ચે સંપત્તિ વહેંચણીને લઈને ઝઘડો છે. લીના પિતા દેશના પહેલા વડા પ્રધાન હતા. તેઓ 31 વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top