નવી દિલ્હી તા.11
ભારતના ડ્રગ કંટ્રોલરે ત્વચાની બીમારી સોરિયાસીસની સારવાર માટે અપાતી ઈટોલિઝુમાળના સાધારણથી અતિ ગંભીર રેસ્પીરેટરી તકલીફ ભોગવી રહેલા કોરોનાના દર્દીઓને મર્યાદીત ઈમરજન્સી સંજોગોમાં આપવા મંજુરી આપી છે. કોવિડ 19ની સારવાર માટે વણપુરાયેલી જરૂરિયાતો ધ્યાનમાં રાખી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા ડો. વી.જી.સોમાણીએ કોવિડ 19ના કારણે સાધારણથી એકયુટ રેસ્પીરેટરી ડિસ્પ્રેસ સીન્ડ્રોમ ધરાવતા દર્દીઓને સાઈટોકાઈન રિલીઝ સિન્ડ્રોમની સારવાર માટે મર્યાદીત ઈમરજન્સી ઉપયોગ માટે મોનોકલોનસ એન્ટીબોડી ઈન્જેકશન ઈટોલિઝુમાબને બહાલી આપી છે.

