Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કુવાડવા જીઆઇડીસી પાસેથી સ્કોચ દારૂનો જથ્થો ભરેલ ક્રેટા કાર ઝડપાઈ : ફર્નીચરનો ધંધાર્થી ઝબ્બે

કુવાડવા જીઆઇડીસી પાસેથી સ્કોચ દારૂનો જથ્થો ભરેલ ક્રેટા કાર ઝડપાઈ : ફર્નીચરનો ધંધાર્થી ઝબ્બે

►ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: રૂ.3.70 લાખનો દારૂ, કાર સહિત રૂ.13.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ. તા.07
કુવાડવા જીઆઇડીસી પાસેથી સ્કોચ દારૂનો જથ્થો ભરેલ ક્રેટા કાર પકડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફર્નીચરના ધંધાર્થીને પકડી રૂ.3.70 લાખનો દારૂ, કાર સહિત રૂ.13.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. નાગેશ્વરમાં રહેતો શખ્સ ગીરવે આવેલ કાર લઈ રાજસ્થાનમાં અલગ અલગ ઠેકા પરથી દારૂનો જથ્થો મેળવી રાજકોટ આવતો હતો.

શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા, વાહન ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટ જેવા અન-ડિટેક્ટ ગુનાઓ શોધવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી તા.05 થી તા.10 સુધી ખાસ દારૂ/જુગારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડ્રાઈવ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન એ એસ આઈ અનિલ સોનારા અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડાને અમદાવાદ તરફથી દારૂ ભરેલ એક ક્રેટા કાર રાજકોટ તરફ આવી રહ્યાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે કુવાડવા જી.આઈ.ડી.સી. પાસે એ.ટી.એન. એન્ટરપ્રાઈઝ સામે રોડ પર વોચ ગોઠવી હતી.

ત્યાંથી પસાર થતી ક્રેટાને અટકાવી તપાસ કરતા સીટ નીચેથી વિદેશી દારૂ મળી આવતાં હિતેશ સવદાસ મોઢવાડીયા (ઉ.વ.25, ધંધો વેપાર, રહે. નાગેશ્વર સોસાયટી, શેરી નં. 5, શ્રી શંખેશ્વર એપાર્ટમેન્ટ-2, ફ્લેટ નં. 302) ની ધરપકડ કરી દારૂની 120 બોટલ રૂ.3.70 લાખ અને કાર સહિતનો મુદામાલ મળી કુલ રૂ.13.80 લાખનો મુદામાલ કબ્જે કરી પુછતાછ આદરી હતી.

વધુમાં પકડાયેલ શખ્સે જણાવ્યું હતું કે, તે રાજસ્થાનના અલગ અલગ ઠેકા પરથી પાંચ પાંચ દારૂની બોટલ ભેગી કરી રાજકોટ છૂટકમાં વેચાણ માટે લઈ આવતો હતો. પોતે ફર્નિચર કામ કરે છે અને ક્રેટા કાર તેમની પાસે ગીરવે આવી હતી. જેનો ઉપયોગ તેને દારૂની સપ્લાયમાં કર્યો હોવાની પણ કબુલાત આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar