Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લખતરનાં છારદમાં બંધ પાળાનાં કામ સામે ખેડુતોનો વિરોધ

લખતરનાં છારદમાં બંધ પાળાનાં કામ સામે ખેડુતોનો વિરોધ

ખતર તાલુકાના છારદ ગામ નજીક ઉમઈ નદી પર ચાલી રહેલા બંધપાળાના કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પ્રથમ વરસાદમાં જ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આ અંગે છારદ ગ્રામ પંચાયતના સરપંચ અને ખેડૂતોએ લખતર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ બંધપાળાનું નિર્માણ છારદથી ભાસ્કપરા થઈ ધોલેરા સુધીની રૂ.

300 કરોડની પાઈપલાઈન યોજનાનો એક ભાગ છે.

ખેડૂતોએ રજૂઆત કરી છે કે, બંધપાળાના કારણે સર્વે નંબર 325 સહિત આસપાસના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય છે. તેમણે તાત્કાલિક ધોરણે આ કામગીરી બંધ કરવાની માંગ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar