Dailyhunt
લાખો રૂપિયાનું બિલ જોઈ સુરતનાં બિઝનેસમેને ઉભી કરી હોસ્પીટલ

લાખો રૂપિયાનું બિલ જોઈ સુરતનાં બિઝનેસમેને ઉભી કરી હોસ્પીટલ

રાજકોટ તા.3
અમદાવાદ પછી કોરોનાએ સુરત શહેરને બાનમાં લીધુ છે અનેક ખાનગી હોસ્પીટલો હોવા છતા ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ માટે સરકારી હોસ્પીટલમાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. પરંતુ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.કોરોનાને પગલે ખાનગી હોસ્પીટલમાં દાખલ થયા બાદ લાખો રૂપિયાનું બિલ આવતા ડઘાઈ ગયેલા રિયલ એસ્ટેટનાં કાદર શેખે અનેકને પ્રેરણા આપે તેવુ કામ કર્યું છે. કોઈપણ પ્રકારની ફરીયાદ કર્યા વગર કાદર શેખે 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં હોસ્પીટલ જ ઉભી કરી દીધી.

એક મહિના પહેલા મોટાભાઈ હૈદર શેખને કોરોના થયા બાદ તેમને સુરતની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ હોસ્પીટલનુ બિલ 12 લાખ રૂપિયા આવ્યુ હતું. આ પછી પોતાને પણ ચેપ લાગ્યો હતો અને ફરીથી લાખો રૂપિયાનું બીલ આવ્યુ હતું.

લાખો રૂપિયાના બીલ જોઈને કાદર શેખને થયુ કે પૈસાદાર લોકો તો ખાનગી હોસ્પીટલનો ખર્ચ ભોગવી શકે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનું શું? આ વિચારે ગરીબ અને મધ્યમ વર્ગનું શું? આ વિચારે તેમણે હોસ્પીટલ બનાવવાનું નકકી કર્યુ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar